BREAKING NEWS

જૂનાગઢ દિવાન ચોકમાં કેરીના વિક્રેતાને ત્યાંથી ૩૦ કિલો અખાધ કેરી ઝબ્બે

  • June 25, 2026 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જૂનાગઢ મહાનગરપાલિકા ફડ વિભાગે દિવાન ચોક સાત હવેલી કેરીના વેપારી, ઝાંઝરડા અને જોષીપરામાં આવેલ રેસ્ટોરન્ટમા ચેકિંગ કયુ હતું. તપાસમાં દિવાન ચોક સાત હવેલી વિસ્તારમાં કેરીના વિક્રેતાઓને ત્યાં થયેલ તપાસમાં ૩૦ કિલો અખાધ કેરી ઝડપાઈ હતી. ઝાંઝરડા રોડ પર રેસ્ટોરન્ટમાં તપાસમાં ૨૦ કિલો વાસી કઠોળ અને ૬ કિલો અખાધ શાકભાજીનો નાશ કરાયો હતો અને રૂા.૧૦ હજારનો દડં ફટકાર્યેા હતો.
ઝાંઝરડા રોડમા આવેલા રેસ્ટોરન્ટમાંથી ૩૦૦ ગ્રામ ફડ કલર કબજે કર્યેા હતો. ઢાલ રોડ પર આવેલ વેપારી પેઢીમાં થયેલી તપાસમા ફડ સીરપની ત્રણ બોટલ ઝડપી હતી. ફડ શાખાએ તમામ અખાધ ચીજોને નાશ કરવામાં આવી હતી અને નિયમને નેવે મૂકી ખાધ ચીજોનું વેચાણ કરતા ૧૫ વ્યવસાયકારોને રૂા.૧૦ હજારનો દડં ફટકારવામાં આવ્યો હતો. ફડ તત્રં દ્રારા અખાધ ખાધ ચીજો ઝડપવામા આવી પરંતુ જે સ્થળેથી નિયમ ભગં થયો તેનું નામ જાહેર કરવાની દરકાર લીધી નથી. જેના કારણે લોકોના આરોગ્ય જોખમાઈ રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application