જામનગર પોલીસ દ્વારા સતત ૩ દિવસ સુધી ખડેપગે રહી સુરક્ષા-વ્યવસ્થા જાળવી
જામનગર શહેરમાં મહોરમના તહેવાર દરમ્યાન જામનગર પોલીસ દ્વારા સતત ૩ દિવસ સુધી ખડેપગે રહી સુરક્ષા વ્યવસ્થા જાળવવા બદલ મુસ્લીમ સમાજના અગ્રણી દ્વારા જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલા તેમજ પીઆઇ અને પીએસઆઇ સહિતના પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરમાં આ વર્ષે મોહરમ ના તહેવાર ની ભવ્ય ઉજવણી થઇ હતી. ઠેર-ઠેર શહેર માં અનેક વિસ્તાર માં તાજિયા પડમાં આવ્યા હતા. જામનગર પોલીસ દ્વારા ખડેપગે રહીને સતત ૩ દિવસ સુધી તાજિયા તેમજ લોકોની સલામતી વ્યવસ્થા ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
જામનગર ના જિલ્લા પોલીસ વડા થી લઇ ને અનેક અઘિકારી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા તાજિયા ના પરવાનેદાર, તાજીયા કમિટી તેમજ મુસ્લિમ બિરદારોને ખુબ સારો સાથ સહકાર આપવામાં આવ્યો હતો.
જે બદલ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા, સિટી-એ ડિવિઝન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા, એલસીબી શાખા ના પીઆઇ વીરા લગારીયા તેમજ સર્વેલન્સ સ્કવોડ ના પીએસઆઇ એમ.એન.વાળા અને દરબારગઢ પોલીસ ચોકી ના પીએસઆઇ વી.આર.ગામેતી સહિતના અધિકારીઓ તેમજ સ્ટાફ નું મુસ્લીમ સમાજ ના અગ્રણી દ્વારા સન્માન કરી તેઓની સરાહનીય કામગીરી કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ તકે જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ ના પ્રમુખ હાજી અબ્દુલરશીદભાઇ લુશવાળા, ટ્રસ્ટી મુન્નાભાઇ બાદશાહ, બારિગર ગુજરાતી જમાત ના અગ્રણી ડો.તૌસીફખાન પઠાણ, જામનગર સુન્ની મુસ્લિમ પટણી જમાત ના પ્રમુખ હાજી જુસબભાઇ પટણી (જે.કે) સહિતના મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech