રાજકોટ ગેમઝોનમાં અિકાંડની દુર્ઘટના બાદ સફાળા જાગેલા મહાપાલિકા, પોલીસ તંત્રને અત્યારે તો ભારે પરસેવો છુટી રહ્યો છે. ગેમઝોન તો માત્ર એક પ્લોટમાં હતો અને ૨૭ જીંદગી હોમાઈ ગઈ પરંતુ રાજકોટના મધ્ય વિસ્તારમાં આવેલી ફટાકડા માર્કેટ એવી સદર બજાર જીવતા બોંબ જેવી હોવાના પગલે આજે મહાપાલિકા અને પોલીસ તત્રં દ્રારા સંયુકત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ચેકીંગ શરૂ થતાં જ દુકાનદારો ફટાફટ દુકાનો બધં કરીને પોબારા ભણી ગયા હતા. પ્ર.નગર પોલીસે બે વેપારીને ત્યાં ચેકીંગ દરમ્યાન ફાયર એનઓસી અને પોલીસના લાઈસન્સ ન હોવાનું બહાર આવતા તેની સામે ગુના નોંધીને આ વેપારીની ધરપકડ કરવામાં આવી છે.
ગેમઝોનમાં અિકાંડ સર્જાયો ત્યાં ફાયર એનઓસી ન હતું. ગેરકાયદે બાંધકામ તેવી ક્ષતિઓ બહાર આવી છે અને હવે ધરપકડનો દોર સરકારી બાબુઓની બેદરકારીઓ ખુલતા તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ગેમઝોન તો માત્ર એક નાની જગ્યા પુરતો સીમીત હતો પરંતુ રાજકોટની મધ્યમાં આવેલી ફટાકડા માર્કેટ સદર બજારમાં જો કયારેક એક દુકાનમાં આગ લાગશે તો આજુબાજુમાં આવેલી ફટાકડાની અન્ય દુકાનો પણ લપેટમાં આવશે અને આ આગમાં આસપાસની વસાહતો પણ જો લપેટમાં આવશે તો કેવી જાનહાની સર્જાઈ શકે છે તે વિચાર માત્ર પણ હચમચાવી ઉઠાવે છે. આજકાલ અખબાર દ્રારા સદર બજારમાં ઘણી ખરી ફટાકડાની દુકાનો નિયમ વિરૂધ્ધ ધમધમી રહી છે અને પોલીસ તથા મહાપાલિકા તત્રં હજુ આખં મીચામણામાં છે તેવો અહેવાલ ગઈકાલે પ્રસિધ્ધ કરાયો હતો. ્રઆ અહેવાલ બાદ ગઈકાલ સાંજથી જ બન્ને વિભાગ હરકતમાં આવી ગયા હતા. આજે સવારથી જ પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઈ બેલીમ તેમજ અન્ય સ્ટાફ તથા મહાપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ સાથે જોડાયેલી હતી અને આ બન્ને વિભાગે સંયુકત રીતે ચેકીંગ હાથ ધયુ હતું. પોલીસ તથા મહાપાલિકાની ટીમે સદરમાં ચેકીંગ માટે ઉતરી પડયાના સમાચારના પગલે સદર બજારના દુકાનદારો, ફટાકડાના ધંધાર્થી્રઓ ફટાફટ પોતાના ધંધા બધં કરી શટર પાડી દીધા હતા. પ્ર.નગર પોલીસે સદર બજારમાં સોની સિઝન સ્ટોર નામના ફટાકડાના વેપારીને ત્યાં ફાયર એનઓસી ન હતું. પોલીસની પરમીશન ન હતી આમ છતાં ખુલ્લ ેઆમ ફટાકડાનો ધંધો ચાલતો હતો. પોલીસે વેપારી સાધુ વાસવાણી રોડ પરના શિલ્પન બશેરામાં રહેતા પરાગ ભરતભાઈ જીંજુવાડીયા અને અન્ય વેપારી સામે પણ એકસ્પોલઝીવ એકટ તથા આઈપીસી એકટ મુજબ ગુનો નોંધીને ધરપકડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech