BREAKING NEWS

ગોંડલમાં ચાલુ કારે વિદ્યાર્થિનીઓની પજવણી કરનાર બેલડીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

  • December 01, 2025 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગોંડલમાં કારમાં બેસી વિદ્યાર્થિનીઓનો પીછો કરી વિડીયો ઉતારી રોમિયોગીરી કરતી બેલડીને ગોંડલ પોલીસે ઝડપી લીધા હતાં. વીડિયોમાં દેખાતો શખસ લાલપુર પંથકનો અને સાથેનો અનિડા ભાલોડી ગામનો હોવાનું ખુલતાં બંનેને ઝડપી લઇ રિકન્ટ્રક્શન કરાવાયું હતું.

જાણવા મળતી વિગતો મુબજ, ગોંડલ સીટી પોલીસ મથકના પીઆઈ દ્વારા સ્ટાફને સુચના આપેલ કે, સોશીયલ મીડીયામા બે શખસ જાહેરમાં પોતાની કાર વાહન ટ્રાફિકમાં અડચણરૂપ થાય તે રીતે રોડ ઉપર માનવ જીંદગી જોખમાય તે રીતે ભયજનક રીતે ચલાવે છે. જે શખસોને શોધી કાઢવાની આપેલ સૂચનાથી વિડીયોમાં દેખાતા શખ્સોની તપાસ કરી બંનેની અટક કરી પોલીસ મથકે લાવી નામ પૂછતાં પોતાનુ નામ શૈલેશ જેસા ગોજીયા (ઉવ-૨૧, રહે. ટેભડા ગામ, લાલપુર) અને સાથેના શખ્સે પોતાનું નામ ભવ્યાંશુ કિશોર રાઠોડ (ઉ.વ.૨૪, રહે.અનીડા ભાલોડી ગામ, ગોંડલ) હોવાનું જણાવ્યું હતું.પોલીસે તેની સ્કોડા કાર નં.GJ-11-AB-3645 કબ્જે કરી બંને શખ્સોને કાયદાનું ભાન કરાવી ઘટનાસ્થળે લઈ જઈ રિકન્ટ્રક્શન પણ કરાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક કારમાં બે શખ્સો સ્કૂલે જતી વિદ્યાર્થીનિઓનો પીછો કરી પાછળથી વિડીયો ઉતારી પજવણી કરી રોમિયોગીરી કરતાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application