દ્વારકામાં 31st ને લઈ પોલીસની બાજ નજર

  • December 24, 2024 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દારૂ-ડ્રગ્સનું સેવન કરીને નિકળ્યા તો બ્રીથ એનેલાઈઝર ફોડશે ભાંડો, સ્ટંટ કરનારા ચેતી જજો...


થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ આ વર્ષે દ્વારકા પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જેમાં પાર્કિંગથી લઈ મહિલા સુરક્ષા પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પોલીસની જુદી જુદી ટીમ રસ્તાઓ પર ઉતરી દારૂના નશામાં ફરતા યુવાનો સામે બ્રીથ એનાલાઈઝર મશીન દ્વારા ચેકિંગ કરાશે. સાથે પોલીસ અલગ ડ્રગ્સ એનેલાઈઝર મશીનથી પણ સતત ચેકિંગ હાથ ધરશે. ઉપરાંત પાર્ટી જેવા લોકેશન પર પોલીસ સતત નજર રાખશે અને શહેરના સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કંટ્રોલરૂમથી કરવામાં આવશે.તેમજ ઉજવણી કાયદાની મર્યાદામાં રહીને કરવી


દ્વારકા શહેરની મુખ્ય સમસ્યાને લઈને પોલીસ વડા નિતેષ પાંડેય તથા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા કાયમી નિકાલ માટે શહેરમાં જિલ્લા ટ્રાફિક ટિમ તથા શહેર ટ્રાફિક ટીમને સાથે રાખીને શહેરના મુખ્ય રસ્તા પર મુખ્ય બજારમાં ફૂટ પેટ્રોલીંગ કરી ટ્રાફિક દૂર કરાયું અને સૂચનો અપાયા તેમજ જરૂર પડે વાહન ડિટેન પણ કરાયા હતા.


દ્વારકામાં નવા વર્ષ 2025ને આવકારવા અનેક આયોજનો થયા છે. ત્યારે થર્ટી ફર્સ્ટની રાત્રે લોકો દારૂનું સેવન કરીને નશામાં ધૂત થાય તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પોલીસ દ્વારા હુંકાર કરવામાં આવ્યો છે.


દેવભુમી દ્વારકા જિલ્લાના એસપી નિતેષ પાંડેય તથા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા  6 દિવસ પછી નવા વર્ષની સ્વાગતની તૈયારી દ્વારકાના લોકો કરશે.ઉજવણીના માહોલ દરમિયાન કેટલાક ગેરલાભ ઉઠાવે છે. ઉજવણી કાયદાની મર્યાદામાં રહીને કરવી જોઈએ.


બાઈક પર સ્ટંટો કરશો તો ભારે પડશે,વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે ઉજવણીના ભાગરૂપે જાહેર માર્ગો પર બેફામ બાઈક ચલાવવા તથા બાઈકના સ્ટંટો કરવા તેમજ ફોરવ્હિલના બોનેટ પર બેસી સીન સપાટા મારતા લોકો પર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.


મોટાભાગના નાકા પર સઘન ચેકિંગ રહેશે

અંતમાં જણાવ્યું હતું કે, હોટેલ, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેર પોલીસ સીસીટીવી કેમેરા ખાસ એપ સાથે ઇન્ટ્રીગેટેડ કરવામાં આવ્યા છે. જેના થકી બાજ નજર રાખવામાં આવશે. શહેર પોલીસનું મોટાભાગના નાકા પર સઘન ચેકિંગ રહેશે. શહેરના રસ્તાઓ પર લોકો ઉજવણી કરે તે દરમિયાન પોતાની અને અન્ય લોકોની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ.


જો આડેધડ પાર્કિંગ કર્યું તો ગાડી થઈ જશે ડિટેઇન

દ્વારકામાં દર્શનાર્થે આવેલા ભક્તો તથા પર્યટકોને પોલીસ દ્વારા જાહેર સૂચન કરેલ છે કે ફરવા આવેલા લોકો ભક્તો ખાસ કરી ને પોતાના વાહનો વ્યવસ્થિત પાર્કિંગ માં વાહન પાર્ક કરે અને કોઈને અડચણ રૂપ ન થાય તેમ રાખે નહિ તર પોલીસ દ્વારા વાહન ડિટેન કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application