જામનગરમાં રૂપિયા ૧ લાખ ૫૦ હજારની રકમનો ચેક પરત ફરવાના કેસમાં વેપારીને બે વર્ષની જેલ સજાનો અદાલતે આદેશ કર્યો છે.
જામનગરના દિલીપભાઈ ચંદુલાલ કનખરા પાસેથી મોમાઈ ટ્રેડિંગ કંપનીના પ્રોપરાઈટર રવિ અશોકભાઈ જેસાણીએ પોતાના ધંધાની જરૂરિયાત માટે કટકે-કટકે કુલ રૂા. ૧,૫૦,૦૦૦ ની રકમ હાથ ઉછીની લીધી હતી. જેની ચુકવણી માટે રવિભાઈ જેસાણીએ ચેક આપ્યો હતો. જે ચેક બેંક જમાં કરાવતા ડ્રોઅર્સ સીગ્નેચર ડિફર્સના કારણોસર પરત ફર્યો હતો. જેથી દિલીપભાઈ કનખરાએ કાર્ટ સમક્ષ ઘી નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ અન્વયે ફોજદારી ફરીયાદ નોંધાવી હતી.
જે કેસ અદાલતમા ચાલવા પર આવતા ફરીયાદીના વકીલે દલીલ કરેલ કે, આરોપી રવિભાઈએ ચેક સિક્યુરીટી પેટે આપેલ હોવાનો બચાવ લીધેલ છે અને બીજી તરફ ફરીયાદી દિલીપભાઈ ની આર્થિક સક્ષમતા ને પડકારે છે. જે બંને વિરોધાભાસી બચાવ હોય અને આરોપી રવિભાઈએ કરેલ પોલિસ ફરિયાદ વંચાણમાં લેતા તેઓએ ફરીયાદી પાસેથી રકમ હાથ ઉછીની લીધેલ હોવાની હકીકત સ્વીકૃત હકીકત હોય આ સંજોગોમાં આરોપી વિરુધ્ધ અનુમાન કરવું જોઈએ અને આરોપીએ પોતાનો બચાવ પૂરતા પુરાવાથી સાબિત કરવો જોઈએ.
જે તમામ દલીલ માન્ય રાખી જામનગરના ૭ મા એડી. ચીફ જયુડી. મેજી. આર. બી. ગોસાઈ દ્વારા આરોપી મોમાઈ ટ્રેડિંગ કંપની ના પ્રોપરાઈટર રવિ અશોકભાઈ જેસાણી ને બે વર્ષ ની કેદ ની સજા નો તથા રૂા. ૧,૫૦,૦૦૦ ના દંડ કરી તે દંડની રકમ ફરીયાદી દિલીપભાઈ ને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરવામા આવેલ છે. ઉપરોકત કેસમાં ફરીયાદી દિલીપભાઈ ચંદુલાલ કનખરા તરફે વકીલ ઘવલ બી. વજાલી, રાધા ડી. મોદી, આસિસ્ટન્ટ જાનકી ભૂત, માનસીબેન ફટાણીયા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application3.5 કરોડના જીએસટી ક્રેડિટ કૌભાંડના વધુ બે આરોપીના જામીન સેશન્સ દ્વારા મંજુર
April 25, 2025 02:25 PMવીરડા વાજડીના કરોડોના પ્લોટના ઉતરોત્તર દસ્તાવેજો રદ કરવાનો વાદીનો દાવો ફગાવાયો
April 25, 2025 02:23 PMકાલે તમે મહાત્મા ગાંધીને અંગ્રેજોના નોકર કહેશોઃસુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ખખડાવ્યા
April 25, 2025 02:22 PMપાકિસ્તાને બેશરમીની તમામ હદ વટાવી: આતંકવાદીઓને ફ્રીડમ ફાઈટર ગણાવ્યા
April 25, 2025 02:20 PMઅમેરિકામાં એર શો પહેલા વિમાન ક્રેશ, પાઇલોટનું મોત
April 25, 2025 02:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech