તરસાઈમાં શ્રમિક યુવાનનું થ્રેસર મશીનમાં આવી જતાં મૃત્યુ

  • April 04, 2025 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર નજીક ખેત મજૂરી કરી રહેલા વ્યક્તિ સાથે બનાવ બન્યો


જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં વાડી વિસ્તારમાં ખેતી કામ દરમિયાન એક કરુણા જનક કિસ્સો બન્યો છે, અને થ્રેસર મશીનમાં આવી જતાં એક શ્રમિક યુવાનનો ભોગ લેવાયો છે.


આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં રહેતા ખેડૂત ભીખુભાઈ ભાણજીભાઈ ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા આશિક જમનભાઈ જગતિયા નામના ૨૭ વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાનનું અકસ્માતે થ્રેસર મશીનમાં આવી જવાના કારણે બનાવના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જેથી ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.


આ બનાવ અંગે હરજીભાઈ મથુરભાઈ જગતિએ પોલીસને જાણ કરતાં જામજોધપુરની પોલીસ ટુકડી બનાવના સ્થળે પહોંચી ગઈ હતી, અને શ્રમિક યુવાનના મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application