કોઠારીયા રોડ પર રામનગરમાં હાર્ડવેરની આઈટમ બનાવવાનું કારખાનું ધરાવતા અને આનંદનગર કવાર્ટર પાસે ગીતાંજલી પાર્ક–૨માં રહેતા હાર્મિશ હંસરાજભાઈ ગજેરા ઉ.વ.૨૮ નામના કારખાનેદાર યુવાનની હત્યા કરનાર ફાઈનાન્સના ધંધાર્થી દોલતસિંહ ઉર્ફે દોલુ ભાવસિંહ સોલંકીને ભકિતનગર પોલીેસે કલાકોમાં પકડી પાડી આજે બનાવ સ્થળે લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતંુ. લાંબા સમય બાદ પોલીસે રસ્તા પર ઉતરીને આવી કાર્યવાહી કરતા પોલીસની કામગીરી નીહાળવા લોકોના ટોળા ઉમટયા હતા. આરોપી સમક્ષ કઈ રીતે હત્યા કરી તેનું રિ–કન્સ્ટ્રકશન કરાવાયું હતું.
કોઠારીયા રોડ પરના ખોડીયાર ટી સ્ટોલ પાસે મૃતકનો ભાઈ રાધીક પાંચ દિવસ પહેલા ચા પીવા ગયો હતો અને ત્યાં કોમ્પલેક્ષના ઉપલા માળે આરોપીની વરૂણ શરાફી મંડળીના નામે ઓફીસ આવેલી છે. ઓફીસના પગથીયા પર રાધીક અને તેનો ભાઈ હાર્મિશ બેઠા હતા ત્યારે આરોપીએ અહીં કેમ બેઠા છો તેમ કહી ઝઘડો કયર્ો હતો. ગત શનિવારે ફરી ચા પીવા ગયા હતા અને ત્યાં પાછો આરોપી આવ્યો હતો. ગાળો આપી ઝઘડો કર્યેા હતો. આરોપી દોલતસિંહ હમણા આવું છું તેમ કહી નીકળી ગયો હતો. ઝઘડા બાદ રાધીકનો ભાઈ હાર્મિશ ત્યાં પહોંચ્યો હતો. આરોપી છરી લઈને આવ્યો અને તમને પતાવી દેવા છે તેમ કહી મારવા દોડતા બન્ને ભાઈ ભાગ્યા હતા.
છરી લઈને આરોપી પાછળ દોડયો હતો. જેમાં હાર્મિશ હાથમાં આવી જતા તેને છાતીમાં અને પડઘાના ભાગે છરીના ચાર ઘા માર્યા હતા અને યુવક ત્યાંજ લોહીયાળ હાલતમાં ફસડાઈ પડયો હતો. અન્ય લોકો આવી જતા આરોપી નાસી ગયો હતો. સરાજાહેર હત્યાના બનાવના પગલે વિસ્તારમાં ભારે ફફડાટ મચી ગયો હતો. આરોપીને પકડી પાડવા માટે ક્રાઈમ બ્રાંચ, એલસીબીની ટીમ બનાવીને દોડાવાઈ હતી. ભકિતનગર પોલીસ પણ આરોપીને શોધી રહી હતી. એ દરમિયાન આરોપી દોલતસિંહ ગોંડલ ચોકડી પાસેથી ભકિતનગર પોલીસને હાથ લાગતા પીઆઈ એમ.એમ.સરવૈયા, પીએસઆઈ એમ.એન.વસાવા, જે.જે. ગોહીલ, નીલેશ મકવાણા સહિતના સ્ટાફે આરોપીને પકડી લીધો હતો.
રણુુજાનગર શેરી નં.૯ વિપુલ નિવાસ મકાનમાં રહેતા આરોપીને આજે ઘટનાનું રિ–કન્સ્ટ્રકશન કરવા માટે બનાવ સ્થળે લઈ જવાયો હતો. રાજકોટ શહેરમાં લાંબા સમય બાદ આરોપીના આવી રીતે પોલીસ જાહેરમાં સરભરા કરવા ઉતરી હોય આ દ્રશ્ય જોવા માટે લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવતા જો હવે આવી રીતે શહેર પોલીસ કડક થાય તો ગુનાખોરી કાબુમાં આવે તેવું નજરે જોનારા બોલતા હતા
કુખ્યાત આરોપી સામે હત્યાના પ્રયાસ સહિતના ૧૫ ગુનાઓ
ગુનાખોર માનસ ધરાવતો આરોપી દોલતસિંહ ઉર્ફે દોલુ ૧૫ વખત પોલીસના ચોપડે ચડી ચુકયો છે. ૧૧ વખત ભકિતનગર પોલીસ મથકમાં ગુના નોંધાયા છે. દોલુ સામે દર બે વર્ષે સમયાંતરે હત્યાના પ્રયાસના ગુના નોંધાયા જેમાં ૨૦૧૩, ૧૫ અને ૧૭માં આઈપીસી ૩૦૭ હેઠળ ગુના નોંધાયા હતા. આ ઉપરાંત વ્યાજખોરી, દારૂના, મારામારીના અને આરોપી વિરૂધ્ધ સુરત મહિલા પોલીસ મથકમાં તેની પત્નીએ પણ ગુનો નોંધાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech