ધોરાજી શહેરની ખાનગી વરદાન હોસ્પિટલના ગાયનેક ડોક્ટરની ઘોર બેદરકારી બહાર આવી છે એક મહિલાને પ્રસુતિ માટે એડમિટ કયર્િ બાદ ડોક્ટરની બીનઆવડતને કારણે મહિલાનું મોત નિપજ્યું હતું. ડોક્ટર સામે ઘોર બેદરકારીની પરિવારે અનેક જગ્યાએ કરી છે ફરિયાદ, ત્રણ મહિનાથી વધુ સમય થયો ન્યાય માટે પરિવાર ઝઝુમી રહ્યો છે.
પાટણવાવાના રહેવાસી યોગેશ ઠુમ્મરએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિના પહેલા અરજી આપી હતી. જેમાં ધોરાજીના ઉપલેટા રોડ પર પ્રશાંત પેટ્રોલ પંપ્ની બાજુમાં આવેલી વરદાન હોસ્પિટલના ગાયનેક ડોક્ટરોના કારણે તેમના ગર્ભવતી પત્નીનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આમ વરદાન હોસ્પિટલના કારણે એક પરિવારનો માળો વિખાયો છે.
આક્ષેપ કરનાર યોગેશભાઈના પત્ની હિરલબેન જે પ્રેગનેન્ટ હોઈ તેમને ડિલેવરી કરાવવા માટે આ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા પરંતુ ડોક્ટરની અણ આવડતને કારણે દાખલ કરેલ હિરલબેન તેમજ પેટમાં રહેલા બાળકનું મોત નિપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલના ડોક્ટર કલ્પેશ ભાલોડિયાની દેખરેખ હેઠળ પ્રસૂતા હિરલબેનને ડીલેવરી વખતે દુ:ખાવો ઉપડતા હોસ્પિટલમાં 3 મહિના પહેલા દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં ડોક્ટર દ્વારા આપવામાં આવેલ એનેસ્થેસિયાંનું ઇન્જેક્શન આપ્યા બાદ પ્રસૂતાની તબિયત લથડી હતી. ત્યારબાદ 10 મિનિટમાં મૃતક હિરલબેનનું શરીરનું હલન ચલન બંધ થતાં લીલું પડવા લાગ્યું હતું. જેથી મૃત્યુ પામેલ હોવાનું પરિવારજનોને લાગ્યું હતું.
ડોક્ટરે જુનાગઢ રિફર કરી આપ્યા હતાં. જ્યાં રિબર્થ હોસ્પીટલના ડોક્ટર આકાશ પાટોળીયાએ મૃતક પ્રસૂતાને બિન જરૂરી આઇસીયુમાં રાખી ડોક્ટરની બેદરકારી છુપાવવા પરિવારજનો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાના આક્ષેપ આ બન્ને ખાનગી હોસ્પિટલના ડોક્ટરો સામે કરવામાં આવેલ છે.
ન્યાય માટે છેલ્લ ા ત્રણ મહિનાથી ધોરાજી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ પરંતુ હજુ સુધી કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી. તેમજ હજુ સુધી એફએસએલની રાહ જોવામાં આવી રહી છે. આખરે ન્યાય માટે પરિવારજનો મીડિયા સામે આવ્યા હતા ડોક્ટરો સામે આક્ષેપ કર્યો હતા. આમ ખાનગી વરદાન હોસ્પિટલના ડોક્ટરની લાલિયાવાડીના કારણે 4 વર્ષની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે. પરિવારનો માળો વિખાયો છે.હાલ પરિવારજનો ન્યાયની આશા રાખી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં આ શાકભાજી ન ખાઓ, સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે ભારે નુકસાન!
May 14, 2025 03:43 PMબોગસ બિલિંગમાં શિપબ્રેકરોના બંધ થયેલા પાનથી વ્યવહારો અંગે તપાસ
May 14, 2025 03:38 PMજો બાથરૂમ માટે ટાઈલ્સ સિલેક્ટ કરવામાં કરશો આ ભૂલ તો બાથરૂમ દેખાશે હંમેશા ગંદુ
May 14, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech