સબકે અપને રંગ અલગ હૈ રંગો કા અનુમાન અલગ હૈ, વૈસે તો સભી રગં અચ્છે હૈ લેકીન કેસરીયા કી બાત અલગ હૈ કંઈક આવા શબ્દો સાથે મધ્યપ્રદેશના કવિ સુમીત ઓચ્છાએ આજકાલની શુભેચ્છા મુલાકાત દરમ્યાન વર્ણવ્ય હતા. તો કવિ સુરેશ અલબેલાજીએ જણાવ્યું હતું કે, હમારે બડે કવિ કહ ગયે થે કી પુરી હિમ્મત સે એક બાત બોલેંગે જો સહી હૈ વહી બાત બોલેંગે હમ કલમ કે બેેટે હૈ કૈસે હમ દિન કો રાત બોલેંગે.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આજે હોળી ધુળેટી પર્વની ઉજવણી અંતર્ગત હિન્દી હાસ્ય કવિ સંમેલન હોલી કે રગં હાસ્ય રસ કે સગં કવિ રમેશ પારેખ રંગદર્શન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. આ કવિઓની ટીમ આજે આજકાલની શુભેચ્છા મુલાકાતે આવી હતી. આ તકે હોળી તહેવાર સંદર્ભે કવિઓએ પોતાની આગવી રચનાઓ રજુ કરી હતી. જેમાં કવિ અને ગઝલકાર ખુશ્બુ શર્માએ સુંદર પંકતીઓ રજુ કરી હતી. મે કોઈ ફત્પલ નહીં જો બીખર જાઉંગી મૈ વો ખુશ્બુ હત્પં જો સાંસો મેં ઉતર જાઉંગી... આજકાલના આંગણે કવિઓની શ્રે તમ રજુઆતથી વાતાવરણ ખીલી ઉઠયું હતું.
રાજસ્થાન કોટાથી આવેેલા સુરેશ અલબેલાજીએ કહ્યું હતું કે, અમે લોકો કોઈ પ્રલોભનોમાં આવતા નથી જે વ્યકિત દેશનું સારૂ કરે સૈનિકોનું હિત ઈચ્છે તેઓની સાથે રહીએ છીએ જે રાયનો પ્રગતિશીલ બનાવે તે નિ:સંદેહ રાષ્ટ્ર્રને આગળ વધારશે.
દેશભકિત વિરરાસ કવિ સુમીત મીશ્રાએ જણાવ્યું હતું કે, અમારા ઉપર હંમેશા આરોપ લગાવવામાં આવે છે કે, કવિઓેએ હંમેશા વિપક્ષની સાથે રહી બોલવું જોઈએ. પરંતુ કવિએ કહ્યું કે, ૨૦૧૪ સુધી અમે એટલું બોલ્યા કે હવે સરકાર અમારા પક્ષમાં આવી ગઈ. કયુકી કેસરીયા કી બાત અલગ હૈ.
મનપા આયોજીત આ કવિ સંમેલનમાં કવિ સુરેશ અલબેલા, સુમીત ઓચ્છા, ખુશ્બુ શર્મા સહિતના કલાકારો પોતાની કલાકૃતિ પ્રદર્શિત કરશે. આ ઉપરાંત મંદસોર લાફટર મુન્ના બેટરી, હાસ્ય સમ્રાટ મનોહર મનોજ, હિમાંશુ બવંડર વગેરે પોતાની વાણીથી શ્રોતાઓને હાસ્યની છોળો સાથે અવનવી કવિતાઓ પ્રસ્તુત કરશે.
કવિ રમેશ પારેખ રંગદર્શન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આજે રાત્રે ૮.૩૦ કલાકે વિધાનસભા ૬૮ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત થશે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. ઉપરાંત ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિત શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાલ, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે,. ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોપર્ોેરેટરો સંગઠનના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. રાજકોટના આંગણે યોજાનાર આ કાર્યક્રમમાં હિન્દી કવિઓની દમદાર પ્રસ્તુતીથી શહેરીજનો માટે યાદગાર સંભારણું બની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech