રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મુંબઈના સુપ્રસિધ્ધ પ્લેબેક સિંગર શ્રીશાન વાડેકરની મ્યુઝિકલ નાઈટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરીજનોને ઉમટી પડવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રીશાન વાડેકરની સાથે તેમના સહાયક કલાકાર સારેગામા ફેઈમ નિરૂપમા ડે પણ ભારે જમાવટ કરશે. શ્રીશાન વાડેકર તેમના ચુનંદા મ્યુઝિશિયનોની ટીમ લઈને રાજકોટ આવ્યા છે અને તેઓ નવા, જૂના, દેશભકિતના અને રામલલ્લાની ભકિતના ગીતો રજૂ કરશે. પ્રેક્ષકો તરફથી મળનારી તમામ ફરમાઈશને ધ્યાને લઈને તેઓ ગીત ગાશે. એકંદરે ૧૯૭૦થી લઈને ૨૦૨૪ સુધીના તમામ સુપરહીટ હિન્દી ફિલ્મોના ગીતો રજૂ કરશે. જેમને વોઈસ ઓફ અરિજીતસિંઘ કહી શકાય તેવા કલાકાર શ્રીશાન વાડેકરનો વોઈસ પણ અરિજીતસિંઘ જેવો જ મેલોડીયસ છે.
શ્રીશાન વાડેકર તેમની ટીમ સાથે આજે રાજકોટ આવી પહોંચ્યા હતા અને મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટી રૂમમાં તેમણે પત્રકારોને સંબોધન કયુ હતું. શ્રીશાન વાડેકરએ મેલોડીના પર્યાય સમુ નામ છે અને છેલ્લ ા ૨૦ વર્ષથી ગાયકીના ક્ષેત્રમાં હજારો લોકોના દિલો–દિમાગને વશ કરી ચૂકયા છે. મૂળ ઓરંગાબાદમાં જન્મેલા અને ઉછરેલા શ્રીશાન વાડેકર ગાયકીની ખૂબ જ ઉંચી રેન્જ ધરાવે છે. તેમણે બોલિવૂડના અનેક ખ્યાતનામ સિંગર જેવા કે અલ્કા યાજ્ઞિક, નેહા કક્કર અને ભુપેન્દરસિંઘ તેમજ અભિજીત જેવા ગાયકો સાથે પર્ફેામન્સ આપ્યું છે. આજે પણ રાજકોટમાં તેઓ ભારે જમાવટ કરવાના મૂડમાં છે.
રાજકોટ મહાપાલિકામાં યોજાયેલી પત્રકાર પરિષદ અંતર્ગત શ્રીશાન વાડેકરે આજકાલ દૈનિકે પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, હાલની યુવા પેઢીને મેલોડિયસની તુલનાએ ડાન્સીંગ મ્યુઝિક હોય તેવા સોંગ વધુ પસદં પડે છે. લિરીકસનું મહત્વ ગઈકાલે પણ હતું, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે તેમ છતા શ્રોતાઓ ટુનને પસદં કરતા હોય છે અને ટુનના આધારે સોંગને પસદં કરતા હોય છે આથી ડાન્સીંગ મ્યુઝિક હોય તેવા સોંગ હાલમાં વધુ હીટ નિવડે છે. તેમ છતા રિફ્રેશ થવા માટે તો લોકો હંમેશા મેલોડિયસ સોંગની પસંદગી કરતા હોય છે તે પણ હકીકત છે.
અરજન વેલી અને જમાલ કુડુ સોંગ કેમ સુપરહીટ નિવડા? શ્રીશાન જવાબ ન આપી શકયા
રાજકોટ મહાપાલિકામાં યોજાયેલી પત્રકાર પરિષદ અંતર્ગત આજકાલ દૈનિક દ્રારા તેમને બે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં હાલમાં સુપરહીટ નિવડેલા એનિમલ ફિલ્મના બે સોંગ જેમાં પંજાબી ફોક સોંગ અરજન વેલી અને મુળભૂત પર્સિયન સોંગની રિમેક એવા જમાલ કુડુ સોંગ ખુબ હીટ થયા છે અને સોશિયલ મીડિયામાં પણ ટ્રેન્ડ કરી રહ્યા છે તો આ બન્ને સોંગ કયા કારણોસર સુપરહીટ નિવડા? આ બન્ને સોંગનુ લિરીકસ પણ હિન્દી નથી. એકનું લિરીકસ પંજાબી છે અને બીજાનું લિરીકસ પર્સિયન ભાષામાં છે લોકો ભાષા સમજી શકતા નથી પરંતુ લોકો આ સોંગનો ભરપૂર આનદં માણી રહ્યા છે આવું કેમ બન્યું? આ સવાલનો શ્રીશાને એવો વિચિત્ર જવાબ આપ્યો હતો કે હજુ સુધી મેં આ બન્ને સોંગ સાંભળ્યા જ નથી. જો હત્પં સાંભળુ તો કહી શકું કે કયા કારણોસર આ સોંગ હીટ ગયા છે. અલબત્ત તેમની સાથે આવેલા તેમના સહાયક કલાકાર નિરૂપમા ડે (સારેગામા ફેઈમ)એ આ બન્ને સોંગ સાંભળ્યા હોવાનું અને હીટ હોવાનો પ્રત્યુત્તર આપ્યો હતો. શ્રીશાન વાડેકર આપી શકયા નહોતા!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application13 ફેબ્રુઆરીએ થઈ શકે છે પીએમ મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત: સૂત્રો
February 03, 2025 10:52 PMટ્રમ્પ મેક્સિકો પ્રત્યે નરમ પડ્યા! ટેરિફ એક મહિના માટે મોકૂફ રાખવામાં આવ્યો
February 03, 2025 10:50 PMસુરતમાં લગ્નમાં જમવાનું ઓછું પડતાં જાન પાછી ફરી, પોલીસે કરાવ્યું સમાધાન
February 03, 2025 10:03 PMલોકસાહિત્યના સમ્રાટ ભીખુદાન ગઢવીએ લોકડાયરાને જાહેર પ્રોગ્રામમાં જાહેર કરી નિવૃતી
February 03, 2025 10:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech