ભારતના વડાપ્રધાને ૫ જૂન, ૨૦૨૪ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૈશ્વિક અભિયાન એક પેડ માં કે નામ ની શરૂઆત કરી હતી.આ અભિયાનના ભાગ રૂપે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે કૃષિ મંત્રી, ભારત સરકારની હાજરીમાં ૨૯ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ એક પેડ માં કે નામ અભિયાનનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમ હેઠળ, કૃષિ મંત્રી અને મંત્રાલયના અધિકારીઓ-કર્મચારીઓએ ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાન, નવી દિલ્હી ખાતે તેમજ તેઓની સાથે સાથે દેશભરમાં ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની સંસ્થાઓ, કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજ્યની કૃષિ વિશ્વવિદ્યાલયો દ્વારા પોતપોતાના સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનુસંધાને ભાવનગર જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સણોસરા ગામે લોકભારતી સંસ્થામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં કેન્દ્રના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કેન્દ્રના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિકશ્રીના જણાવ્યા અનુસાર એક પેડ માં કે નામ અભિયાન એ એક જન આંદોલન છે અને લોકો વૃક્ષારોપણ કરીને સમગ્ર વિશ્વને પોષનાર પૃથ્વી માતાને આદર અર્પણ કરે છે. વૃક્ષારોપણ સરકાર દ્વારા શરૂ કરાયેલ મિશન લાઇફના હેતુને પરિપૂર્ણ કરે છે અને પર્યાવરણ પ્રત્યે સભાન જીવનશૈલીને પ્રેરકબળ પૂરું પાડે છે. તેમણે જિલ્લાના તમામ લોકોને વૃક્ષારોપણ કરીને ભાવનગર જિલ્લાને હરિયાળો બનાવી આ વૈશ્વિક અભિયાનને સફળ બનાવવા હાર્દિક અપીલ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં 15થી 20 વર્ષની છોકરીઓને હથિયાર ચલાવવાની આપવામાં આવી રહી છે ટ્રેનિંગ
November 22, 2024 02:48 PMઓનલાઇન જુગારમાં હારી જતાં આપઘાત કરનાર યુવાનનો મોબાઇલ એફએસએલમાં મોકલાયો
November 22, 2024 02:48 PMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 22, 2024 02:46 PMતાલુકા પોલીસ સ્ટેશન પાસે યુવાન પર હુમલા બાદ કટારીયા ચોકડી સુધી પીછો કરી માર માર્યેા
November 22, 2024 02:43 PMઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવેલા યુવકનો ફાંસો ખાઈ આપઘાત
November 22, 2024 02:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech