કોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ

  • December 23, 2024 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ઠંડી વધવાની સાથે કોલ્ડવેવ ઇફેકટ આવતા રોગચાળો વધ્યો છે ખાસ કરીને શરદી, ઉધરસ, તાવ અને ઝાડા–ઉલ્ટીના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. શહેરમાં વિવિધ રોગચાળાના કુલ ૨૦૬૭ કેસ નોંધાયા છે. સામાન્ય રીતે ડેંગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસ ચોમાસામાં જ જોવા મળતા હતા પરંતુ હવે મચ્છરજન્ય રોગચાળાના આ કેસ ચોમાસા પુરતા રહેવાને બદલે બારમાસી બન્યા છે અને ભરશિયાળે પણ ડેંગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના કેસ મળી રહ્યા છે. મચ્છરના ઉપદ્રવની ફરિયાદ મળતા ૭૪૯ ઘરમાં ફોગિંગ કરાયું હતું, યારે મચ્છર ઉત્પતિની ફરિયાદો મળતા ૩૮૧ સંકુલને નોટિસ અપાઇ હતી. ખાનગી તબીબોના મતે મહાપાલિકા સાહના જેટલા કુલ કેસ જાહેર કરે છે તેટલા કેસ પ્રતિ દિવસના નોંધાય રહ્યા છે !
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના ચીફ હેલ્થ ઓફિસર ડો.જયેશ એલ.વકાણીએ વિકલી એપેડમિક રિપોર્ટ જાહેર કરતા જણાવ્યું હતું કે શહેરમાં મેલેરિયાનો એક કેસ, ડેંગ્યુના ચાર કેસ, ચિકનગુનિયાનો એક કેસ, ટાઈફોઈડના પાંચ કેસ, શરદી ઉધરસના સૌથી વધુ ૧૦૩૨ કેસ, સામાન્ય તાવના ૮૩૮ કેસ અને ઝાડા ઉલ્ટીના ૧૮૬ કેસ નોંધાયા છે. આ તમામ કેસો મ્યુનિ.કેન્દ્રો અને શહેરની મુખ્ય મોટી ૩૦ ખાનગી હોસ્પિટલોમાં નોંધાયેલા છે.
વધુમાં તેમણે ઉમેયુ જણાવ્યું હતું કે, રોગચાળા દ્રારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાપાલિકા દ્રારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ પોરાનાશક કામગીરીમાં ૩૨,૮૭૦ ઘરમાં પોરાનાશક કામગીરી કરાઇ હતી તથા ફિલ્ડવર્કરો દ્રારા ૭૪૯ ઘરમાં ફોગીંગ કરાયું હતું. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહીકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારમાં ફોગિંગ કરાયું હતું.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૪૯ પ્રિમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટસ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી, મચ્છર ઉત્પતિ બદલ રહેણાંકમાં ૨૫૦, કોર્મશીયલમાં ૧૩૧ને નોટીસ આપી હતી.
શહેરમાં મચ્છર ઉત્પતિ અટકાવવા માટે નાગરિકો (૧) પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખે. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખે (૨) પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરે (૩) ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી ઘસીને સાફ રાખે(૪) બિનજરી ડબ્બા ડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરે (૫) અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરે (૬) ફલછોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણીનો નિકાલ કરે. ડેન્ગ્યુ ફેલાવતો એડિસ મચ્છર ફકત દિવસે જ કરડતો હોવાથી દિવસ દરમ્યાન પુરૂ  શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરે તેવો અનુરોધ મહાપાલિકા તંત્રએ કર્યેા છે


રાજકોટમાં ડેંગ્યુના કુલ કેસ ૪૦૦ નજીક

રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો નાથવાની જેટલી વાતો થાય છે તેટલું પરિણામ જોવા મળતું નથી. ચોમાસામાં જ જોવા મળતા ડેંગ્યુના કેસ હવે બારેય મહિના લગાતાર મળી રહ્યા છે, ચાલુ કેલેન્ડર વર્ષમાં ડેન્ગ્યુના કુલ ૩૯૩ કેસ નોંધાયા છે.

મેલેરિયા નાબૂદીની વાતો વચ્ચે કુલ ૪૨ કેસ

રાજકોટમાં મેલેરિયા નાબૂદીની વાતોના વડા વચ્ચે શહેરમાં મેલેરિયાના કેસ પણ લગાતાર મળી રહ્યા છે, ચાલુ કેલેન્ડર વર્ષ દરમિયાન તા.૧–૧–૨૦૨૪થી તા.૨૩–૧૨–૨૦૨૪ સુધીમાં શહેરમાં મેલેરિયાના કુલ ૪૨ કેસ નોંધાયા છે.

સાંધા પકડતા ચિકનગુનિયાના પણ ૪૧ કેસ
છ–છ મહિના સુધી દર્દીના સાંધા પકડી લેતા અને ડેંગ્યુ તથા મેલેરિયા જેટલા જ શકિતશાળી ચિકનગુનિયાના કેસ પણ હવે ચોમાસાના બદલે બારેય મહિના મળવા લાગ્યા છે. રાજકોટમાં ચાલુ કેલેન્ડર વર્ષમાં ચિકન ગુનિયાના ૪૧ કેસ નોંધાયા છે.

પાણીજન્ય રોગચાળો ટાઇફોઇડના ૧૦૧ કેસ
રાજકોટ શહેરમાં આ વર્ષે પૂં વર્ષ પાણીજન્ય રોગચાળાનું જોર રહ્યું હતું, લાંબા સમય બાદ આ વર્ષે કોલેરાના છ કેસ મળ્યા હતા, તદઉપરાંત ચાલુ કેલેન્ડર વર્ષમાં આજ સુધીમાં ટાઇફોઈડના ૧૦૧ કેસ મળ્યા હતા. પાણીજન્ય રોગચાળો વધવા પાછળનું એક કારણ ડ્રેનેજની ફરિયાદો સમયસર નહીં ઉકેલાવાનું પણ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application