ગુજરાતનું પાટનગર ગાંધીનગર હવે રાયના શહેરી વિકાસના મુખ્ય હબ તરીકે ઉભરી રહ્યું છે. સમગ્ર રાયના શહેરોનો વૈશ્વિક સ્તરે વિકાસ કરવાના આયોજનના ભાગરૂપે, ગાંધીનગરમાં એક વિશાળ અને અત્યાધુનિક અર્બન ભવન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (જીયુડીસી) દ્રારા આ ભવનના નિર્માણનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
અત્યાર સુધી રાયના શહેરી વિકાસને લગતા વિવિધ વિભાગો અલગ–અલગ જગ્યાએથી કાર્યરત હતા, પરંતુ હવે આ નવા ભવનના નિર્માણ બાદ તમામ મુખ્ય વિભાગો એક જ છત નીચે આવશે.
આ ભવનમાં જેમા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન (જીયુડીસી),એફોર્ડેબલ હાઉસિંગ સ્વચ્છ ભારત મિશન જેવા મહત્વના વિભાગોને સ્થાન આપવામાં આવશે. આ સંકલનને કારણે વહીવટી પ્રક્રિયામાં ઝડપ આવશે અને વિવિધ વિભાગો વચ્ચે વધુ બહેતર તાલમેલ સાધી શકાશે, જેનાથી શહેરી વિકાસના નિર્ણયો લેવામાં સરળતા રહેશે.
આશરે ૩૦,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું આ અર્બન ભવન માત્ર એક ઓફિસ બિલ્ડિંગ નહીં, પરંતુ એક મલ્ટી–ફંકશનલ કોમ્પ્લેકસ હશે. જેમાં નીચે મુજબની અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે જેમાં બે બેઝમેન્ટ પાકિગ અને વીવીઆઈપી એન્ટ્રી.
વિશાળ ઓફિસ બ્લોક, કોન્ફરન્સ હોલ અને મીટિંગ મ.ટ્રેનિંગ સેન્ટર, કેન્ટીન અને સર્વર મનુ નિર્માણ કરાશે.
આ પ્રોજેકટ હેઠળ માત્ર ઈમારત જ નહીં, પરંતુ સમગ્ર કેમ્પસનો સવાગી વિકાસ કરવામાં આવશે. જેમાં આંતરિક રસ્તાઓ, ડ્રેનેજ સિસ્ટમ, સ્ટ્રીટ લાઈટિંગ અને સુંદર લેન્ડસ્કેપિંગનો સમાવેશ થાય છે.
વિશેષ વાત એ છે કે આ ભવનને ભૂકંપપ્રૂફ, ફાયર સેટીના કડક ધોરણો અને ગ્રીન બિલ્ડિંગના માપદંડો મુજબ તૈયાર કરવામાં આવશે.
આ ભવનના નિર્માણથી ગુજરાતના શહેરી માળખાકીય સુવિધાઓના આયોજનને એક નવી ગતિ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application