યુસ્ટનના જ્યોર્જ બુશ ઇન્ટરકોન્ટિનેન્ટલ એરપોર્ટ પર ટેકઓફ પહેલાં યુનાઇટેડ એરલાઇન્સ ફ્લાઇટ 1382 ના એન્જિનમાં આગ લાગી ગઈ. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અનુસાર, એરબસએ 319 માં સવાર 104 મુસાફરો અને 5 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. એફએએના અહેવાલ મુજબ, સવારે 8:35 વાગ્યાની આસપાસ, યુનાઇટેડ એરલાઇન્સ ફ્લાઇટ 1382 ના ક્રૂએ એન્જિનમાં સમસ્યાની જાણ કરી, જેના કારણે ટેકઓફ રદ કરવામાં આવ્યું હતું,
પ્રાપ્ત અહેવાલ મુજબ, હ્યુસ્ટન એરપોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા એક વીડિયોમાં વિમાનના પાંખમાં આગ લાગી હોવાનું દશર્વિવામાં આવ્યું છે. હ્યુસ્ટન ફાયર ડિપાર્ટમેન્ટે પુષ્ટિ આપી કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયાના અહેવાલ નથી અને તેમને આગ ઓલવવાની જરૂર પડી નથી. એફએએએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આ વિમાન હ્યુસ્ટનથી ન્યૂ યોર્કના લાગાર્ડિયા એરપોર્ટ તરફ ઉડાન ભરી રહ્યું હતું. તેના બદલે, બપોરે 12:30 વાગ્યે એક અલગ ફ્લાઇટ ન્યૂ યોર્ક રવાના કરવામાં આવી હતી .
ટુંકા ગાળામાં અમેરિકામાં બે વાર વિમાન અકસ્માત
અમેરિકામાં છેલ્લા એક અઠવાડિયામાં બે વિમાન અકસ્માતો થયા છે. પહેલો અકસ્માત વોશિંગ્ટન ડીસીમાં થયો હતો જેમાં એક લશ્કરી હેલિકોપ્ટર અમેરિકન એરલાઇન્સના હેલિકોપ્ટર સાથે અથડાયું હતું, જેમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. હેલિકોપ્ટરમાં 4 લોકો હતા, તો બીજી તરફ અન્ય એક વિમાનમાં 64 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 4 ક્રૂ મેમ્બર હતા. વોશિંગ્ટન અકસ્માતના બે દિવસ પછી, અમેરિકામાં અન્યત્ર એક નાનું વિમાન ક્રેશ થયું. ઉડાન ભયર્નિા માત્ર 30 સેક્ધડ પછી વિમાન અકસ્માતનો ભોગ બન્યું, જેમાં 7 લોકોનાં મોત થયાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech