અમેરિકાના સધર્ન કેલિફોર્નિયામાં એક પ્લેન ક્રેશ થયું છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર સધર્ન કેલિફોર્નિયામાં એક સિંગલ એન્જિન પ્લેન ઉડાન ભારતની સાથે જ એક કોમર્શિયલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જેમાં 18 ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ફુલર્ટન પોલીસ વિભાગના પ્રવક્તા ક્રિસ્ટી વેલ્સે કહ્યું કે કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ અને કેટલાકને ગંભીર ઈજાઓ થવા પામી છે. 10 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને 8ને ઘટનાસ્થળે સારવાર આપીને રજા આપવામાં આવી હતી. જો કે અકસ્માત બાદ પ્લેનમાં આગ લાગી હતી. પોલીસ અને ફાયરની ટીમે આસપાસનો વિસ્તાર ખાલી કરાવી નાખ્યો હતો.ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને પ્લેનની ઓળખ સિંગલ એન્જિન વેન આરવી-10 તરીકે કરી હતી. ઓરેન્જ કાઉન્ટીનું પ્રતિનિધિત્વ કરતા યુ.એસ.ના પ્રતિનિધિ લૂ કોરેઆએ ટ્વિટર પર શેર કર્યું હતું કે વિમાન ફર્નિચર મેન્યુફેક્ચરિંગ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. ડિઝનીલેન્ડથી લગભગ 6 માઈલ દૂર આવેલા ફુલર્ટન મ્યુનિસિપલ એરપોર્ટ પાસે આ અકસ્માત થયો હતો.
ટેક ઓફ થયાના એક મિનિટ પછી ક્રેશ થયું
ફુલર્ટન પોલીસના પ્રવક્તા ક્રિસ્ટી વેલ્સે જણાવ્યું હતું કે પોલીસને ફુલર્ટન, ઓરેન્જ કાઉન્ટીમાં અકસ્માત થયાની જાણ કરવામાં આવી હતી. આ પછી ફાયર બ્રિગેડ અને પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો અને આસપાસની દુકાનો ખાલી કરાવી હતી. આગને કારણે એક વેરહાઉસને નુકસાન થયું છે, જેમાં સિલાઈ મશીન અને કપડાંનો સ્ટોક રાખવામાં આવ્યો હતો.ફ્લાઈટ-ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટઅવેરના જણાવ્યા અનુસાર સિંગલ-એન્જિન પ્લેન ટેકઓફ કયર્નિા એક મિનિટ પછી ક્રેશ થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech