ચોટીલા હાઇવે ઉપરની કેટલીક હોટલો ગે. કા. પ્રવૃત્તિઓનું હબ બનેલ હોય તેવું તાજેતરમાં પ્રાત અધિકારી ટીમનાં દરોડા ઉપરથી ફલિત થાય છે ગઇ કાલે રાજકોટ હાઇવે ઉપર આવેલ નાગરાજ અને ખુશ્બુ હોટલ પર નાયબ કલેકટર એચ ટી મકવાણાની ટીમો ત્રાટકી
વલનશીલ પેટ્રોલિયમ પદાર્થ અને જુદા જુદા ત્રણ ટાંકાઓ સહિત ૫.૬૫ લાખનો મુદ્દામાલ જ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.
ચોટીલા રાજકોટ હાઇવે ઉપરની ખેરડી તરફ જવાના રસ્તા નજીક આવેલ હોટલ નાગરાજ માંથી આશરે.૪૦૦૦, તેમજ હોટલ ખુશ્બૂમાંથી ૧૦૦૦ લીટર કુલ મળીને ૫૦૦૦ લીટર વલનશીલ પેટ્રોલિયમ પદાર્થ મળી આવ્યો છે.
તત્રં એ પાડેલ દરોડામાં શંકા ન જાય તે માટે રાખેલ વલનશીલ પેટ્રોલિયમ પદાર્થ પર કાચુંપાકું બાંધકામ કરાયેલું મળી આવેલ હતું તેમજ ખુશ્બુ હોટલમાં રસોડાના પ્લેટફોર્મ ને બે ટાંકા બનાવી અને આ વલનશીલ પેટ્રોલિયમ પદાર્થ નો જથ્થો રાખેલ હતો જેથી આગ જેવી દુર્ઘટના ફાટી નીકળવાની અને દુર્ઘટના બનવાની શકયતા રહેલ જણાઇ આવેલ તેમજ મોટા પ્રમાણમાં જાન હાનિ થવાની શકયતા પણ દેખાય રહેલ હતી. તત્રં દ્રારા પેટ્રોલિયમ્સ પદાર્થ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ . ૫,૬૫,૦૦૦– મુદ્દામાલ કબ્જે કરી જ કરવામાં આવેલ છે. તેમજ બંન્ને હોટલ સીલ કરી માલિક એવા નાગરાજ હોટલ યુવરાજભાઈ કનુભાઈ ધાધલ, ખુશ્બુ હોટલના જોભાઈ ભોજભાઈ ધાધલ સામે (૧) ધી એકસપ્લોઝિવ લ્સ–૨૦૦૮ (૨) આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ ૧૯૫૫ (૩) વેપારીઓનું નિયમન કરવા બાબત હત્પકમ–૧૯૭૭ (૪) એમએસ એન્ડ એચએસડી કંટ્રોલ ઓર્ડર–૨૦૦૫ (૫) પેટ્રોલિયમ લ્સ–૨૦૦૨ (૬) પેટ્રોલિયમ એકટ– ૧૯૩૪ (૭) ફાયર સેફટી એકટ–૨૦૧૩ (૮) સોલ્વન્ટ રેફીનેન્ટ એન્ડ સ્લોપ ઓર્ડર–૨૦૦૦ (૯) ગુજરાત ફાયર પ્રીવેન્શન ઓફ લાઇફ સેટી મેજર એકટ–૨૦૧૩ ના ભગં બદલ તેઓની વિદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અત્રે ઉલ્લ ેખનીય છે કે પાચ દિવસ પહેલા જ આ હાઇવે ઉપરની બે હોટલો ઉપર થી હજારો લીટર આ જ પ્રકારનો પેટ્રોલિયમ કેમિકલ પદાર્થનો મોટો જથ્થો પ્રાત અધિકારી દ્રારા પકડી પડાયેલ હતો ત્યારે વધુ બે હોટલો ઉપર જથ્થો મળી આવતા ચોક્કસ વિભાગોની રહેમરાહે આ ધંધો ફુલોફાલ્યો હોવાની ચર્ચા છે. ત્યારે ચોટીલા હાઇવે ઉપર કેટલીક હોટલની આડમાં ઘણાં સમયથી અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ ધમધમતી હોવાનું તેમજ કેમીકલના વેપારનું હબ બની ગયેલ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ડે. કલેકટર દ્રારા કરવામાં આવતી કામગીરી દરમ્યાન જે રીતે જથ્થો મળી આવે છે તે જોતા પુરવઠા વિભાગ અને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉદભવી રહ્યાં છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech