ટૂંક સમયમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ફાસ્ટેગ ખરીદવાથી લઈને ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવવા અને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર મેળવવા માટે તમારે વાહનનો થર્ડ પાર્ટી વીમો બતાવવો પડશે. જો વીમો નથી તો સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નાણાં મંત્રાલયે માર્ગ મંત્રાલયને થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સને પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવા જણાવ્યું છે. તાજેતરમાં, સંસદની ફાઇનાન્સ કમિટીએ સરકારને તૃતીય–પક્ષ વીમાને વધારવા માટેના પગલાં પર વિચાર કરવા સૂચન કયુ હતું. મોટર વ્હીકલ એકટમાં કડક સજાની જોગવાઈ હોવા છતાં મોટી સંખ્યામાં વાહનો પાસે હજુ પણ થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ નથી. તેથી મંત્રાલય આ પગલું લેવા જઈ રહ્યું છે. નવી દરખાસ્તોમાં, વાહન માલિકો પાસે વીમો ન હોય તો તેમને એસએમએસ મોકલવામાં આવશે. દેશમાં ૫૦ ટકા વાહનો થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ હેઠળ આવરી લેવામાં નથી આવ્યા.
સરકાર રોડ પરથી બીએસ–૨ સ્ટાન્ડર્ડના વાહનોને સંપૂર્ણપણે હટાવવા અને પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે એક મોટું પગલું લઇ શકે છે. પરિવહન મંત્રાલયે બીએસ–૨ અને જૂના વાહનોને સ્ક્રેપ કર્યા પછી નવા વાહન ખરીદવા પર એક વખતની કર મુકિત વધારીને ૫૦ ટકા કરવાની દરખાસ્ત કરી છે. હાલમાં, જૂના વ્યકિતગત વાહનને સ્ક્રેપ કર્યા પછી નવું વાહન ખરીદવા પર મોટર વાહન ટેકસમાં ૨૫ ટકા રિબેટ આપવામાં આવે છે. કોમર્શિયલ વાહનોના કિસ્સામાં ડિસ્કાઉન્ટ ૧૫ ટકા સુધી મર્યાદિત છે. મંત્રાલયના ડ્રાટ નોટિફિકેશનમાં જણાવાયું છે કે બીએસ ધોરણોના અમલ પહેલા ઉત્પાદિત તમામ વાહનો પર ૫૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ લાગુ થશે.
આ વીમો તમામ વાહન માલિકો માટે ફરજિયાત છે. તે તૃતીય પક્ષના વાહન, મિલકત અને તૃતીય પક્ષને થતા શારીરિક ઈજા સામે રક્ષણ પૂં પાડે છે. આ પોલિસીમાં વીમાધારકને કોઈ કવર મળતું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech