આઈપીઓમાં લાંબા સમય સુધી રોકાણ નથી કરતા લોકો : સેબી

  • September 03, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આઈપીઓમાં રોકાણ કરનારા રોકાણકારો (એન્કર એટલે કે મોટા રોકાણકારો સિવાય) લિસ્ટિંગમાં મળેલા તેમના ૫૪% શેર (મૂલ્યની દ્રષ્ટ્રિએ) એક સાહની અંદર વેચી નાખે છે. અને લિસ્ટિંગના એક વર્ષમાં આ સંખ્યા ૭૦% સુધી પહોંચી જાય છે. માર્કેટ રેગ્યુલેટર સેબીના અભ્યાસમાં આ વાત સામે આવી છે. સેબીના અભ્યાસ મુજબ, રોકાણકારોએ સૌપ્રથમ તે શેર્સ વેચ્યા જેનું મૂલ્ય વધ્યું અને જેનું મૂલ્ય ઘટું તેને હોલ્ડ પર રાખ્યા. સેબીએ આ અભ્યાસ એપ્રિલ ૨૦૨૧ અને ડિસેમ્બર ૨૦૨૩ વચ્ચે કર્યેા હતો. જેમાં, માર્કેટ રેગ્યુલેટરે ૧૪૪ મેઇનબોર્ડ આઈપીઓ પર રોકાણકારોના વર્તનનો અભ્યાસ કર્યેા. આઈપીઓમાં રિટેલ રોકાણકારોની વધતી ભાગીદારી અને મોટી સંખ્યામાં બિડને ધ્યાનમાં રાખીને સેબીએ આ અભ્યાસ હાથ ધર્યેા છે.
સેબીના અભ્યાસ મુજબ, વ્યકિતગત રોકાણકારોએ લિસ્ટિંગના એક સાહની અંદર (મૂલ્યની દ્રષ્ટ્રિએ) મેળવેલા ૫૦.૨% શેર વેચ્યા હતા. યારે બિન–સંસ્થાકીય રોકાણકારો (એનઆઈઆઈ)એ ૬૩.૩% શેર વેચ્યા અને છૂટક રોકાણકારોએ ૪૨.૭% શેર વેચ્યા. રસપ્રદ વાત એ છે કે, વ્યકિતગત રોકાણકારોએ એક વર્ષમાં મૂલ્ય પ્રમાણે ૭૦% શેર વેચ્યા હતા.
મ્યુચ્યુઅલ ફડં લાંબા ગાળા માટે આઈપીઓ શેર્સમાં રોકાણ કરે છે, યારે બેન્કો તેને ઝડપથી વેચે છે. મ્યુચ્યુઅલ ફંડસે એક સાહની અંદર લગભગ ૩.૩% વેચાણ કયુ, યારે બેંકોએ ૭૯.૮% વેચાણ કયુ.
અભ્યાસ મુજબ, વેચાણ પર વળતરની અસર જોવા મળી હતી. યારે એક સાહની અંદર આઈપીઓનું વળતર ૨૦%ને વટાવી ગયું, ત્યારે છૂટક રોકાણકારોએ મૂલ્ય પ્રમાણે ૬૭.૬% શેર વેચ્યા. તેનાથી વિપરીત, યારે વળતર નકારાત્મક હતું, ત્યારે રોકાણકારોએ મૂલ્ય દ્રારા માત્ર ૨૩.૩% શેર વેચ્યા હતા.
આઈપીઓ સહભાગિતામાં વધારો ડીમેટ ખાતાની વધેલી સંખ્યાના આધારે જોઈ શકાય છે. અભ્યાસ મુજબ, એપ્રિલ ૨૦૨૧ અને ડિસેમ્બર ૨૦૨૩ વચ્ચે આઈપીઓ માટે અરજી કરનારા લગભગ અડધા ડીમેટ ખાતા કોવિડ પછીના સમયગાળા ૨૦૨૧–૨૦૨૩ દરમિયાન ખોલવામાં આવ્યા હતા. રાયોની વાત કરીએ તો ગુજરાતમાંથી છૂટક રોકાણકારોને ફાળવણીના ૩૯.૩% મળ્યા હતા. આ પછી મહારાષ્ટ્ર્ર (૧૩.૫%) અને રાજસ્થાન (૧૦.૫%) આવે છે. જણાવી દઈએ કે, આ અભ્યાસ એપ્રિલ ૨૦૨૧ થી ડિસેમ્બર ૨૦૨૩ વચ્ચે કરવામાં આવ્યો હતો. જેમાં ૧૪૪ મેઈનબોર્ડ આઈપીઓ પર રોકાણકારોના વર્તનનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application