BREAKING NEWS

દુબઈમાં ફસાયેલા રાજકોટના લોકોએ સરકારને વતન વાપસી માટે લગાવી ગુહાર, વીડિયો કોલથી જ સંપર્ક, જાણો શું કહ્યું?

  • March 01, 2026 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટનો એક યુવાન પોતાના પરિવારના 10 સભ્યો સાથે દુબઈ ફરવા ગયો છે. તેણે ત્યાંની સ્થિતિ અંગે જણાવ્યું કે, "હાલ દુબઈમાં બધું સુરક્ષિત છે અને કોઈ ગભરાટ જેવું નથી, પરંતુ ભારત તરફ જતી ફ્લાઈટ્સ કેન્સલ થવાને કારણે અમે અહીં અટવાઈ ગયા છીએ.


પરિવારની ચિંતા અને માંગ

ફ્લાઈટ્સ રદ થવાના સમાચાર મળતા જ રાજકોટમાં રહેતા તેમના સ્વજનો ભારે ચિંતામાં મુકાયા છે. યુવાને ભારત સરકારને નમ્ર વિનંતી કરી છે કે, સ્થિતિ વધુ બગડે તે પહેલા વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરી તેમને વહેલી તકે સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવે.


રાજકોટના યુવાનનો વીડિયો 

રાજકોટના કૌશલ માટવીયા નામના યુવાને દુબઈથી એક વીડિયો જાહેર કર્યો છે. કૌશલ પોતાના પરિવારના 10 સભ્યો સાથે ત્યાં પ્રવાસ માટે ગયો છે. વીડિયોમાં તેણે જણાવ્યું કે, "દુબઈમાં હાલ બધું સુરક્ષિત છે અને સ્થિતિ કાબૂમાં છે, પરંતુ ભારતની ફ્લાઈટ્સ કેન્સલ થવાને કારણે અમે અહીં અટવાઈ ગયા છીએ."


સરકારને નમ્ર અપીલ

ફ્લાઈટ રદ થતા રાજકોટમાં રહેતા તેમના પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા છે. કૌશલે ભારત સરકારને વિનંતી કરી છે કે ફ્લાઈટની તાકીદે વ્યવસ્થા કરી તેમને વહેલી તકે વતન પરત લાવવામાં આવે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રવાસીઓની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.


પિતાએ સરકાર પાસે મદદની લગાવી ગુહાર

મધ્ય એશિયાના દેશોમાં વધતા તણાવની સીધી અસર હવે સામાન્ય નાગરિકો પર જોવા મળી રહી છે. રાજકોટના રહીશ જયંતભાઈ ભૂભતાણીનો દીકરો જયમીનભાઈ છેલ્લા 10 વર્ષથી દુબઈમાં નોકરી કરી રહ્યો છે અને ત્યાં સ્થાયી છે. થોડા દિવસો પહેલા જ જયમીનભાઈના માતા (જયંતભાઈના પત્ની) પણ પરિવાર સાથે સમય વિતાવવા દુબઈ ગયા હતા. જોકે, વર્તમાન પરિસ્થિતિ અને ફ્લાઈટ્સ રદ થવાને કારણે આખો પરિવાર ત્યાં અટવાઈ ગયો છે.


વીડિયો કોલના માધ્યમથી સંપર્ક

જયંતભાઈએ જણાવ્યું હતું કે, હાલ તેમનો પરિવાર સુરક્ષિત છે અને તેઓ સતત વીડિયો કોલ દ્વારા એકબીજાના સંપર્કમાં રહી રહ્યા છે. જોકે, એક પિતા તરીકે તેમને સતત ડર સતાવી રહ્યો છે કે જો સ્થિતિ વધુ બગડશે તો તેમના પરિવારનું શું થશે. દુબઈમાં ફ્લાઈટ ઓપરેશન ખોરવાતા વતન પરત ફરવું મુશ્કેલ બન્યું છે.


સરકાર પાસે માંગ

જયંતભાઈ ભૂભતાણીએ ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને નમ્ર અપીલ કરી છે કે, માત્ર તેમનો પરિવાર જ નહીં પરંતુ દુબઈ કે અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં જે પણ ગુજરાતીઓ અટવાયા હોય અને ભારત પરત આવવા માંગતા હોય, તેમને વિશેષ વિમાન કે અન્ય માધ્યમથી તાત્કાલિક વતન લાવવામાં આવે.

રાજકોટમાં રહેતા સ્વજનો અત્યારે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે યુદ્ધની સ્થિતિ ટળે અને તેમના વહાલાઓ સુરક્ષિત રીતે ઘરે પરત ફરે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application