દેશમાં લોકો મંકીપોકસથી નહીં, વાયરલ રોગોથી વધુ ચિંતિત

  • August 20, 2024 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મંકીપોકસના વધતા જોખમોને ધ્યાનમાં રાખીને વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી હતી અને ભારતનું આરોગ્ય મંત્રાલય પણ એલર્ટ છે. જે માટે ખાસ એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે પરંતુ જાણીને નવાઈ લાગશે કે લોકો મંકીપોકસથી નહીં, વાયરલ રોગોથી વધુ ચિંતિત છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ૬% લોકો મંકીપોકસથી ચિંતિત છે. ૨૯% લોકો અન્ય વાયરલ રોગો વિશે ચિંતિત છે.

મંકીપોકસના જોખમોને ધ્યાનમાં રાખીને, હત્પએ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે, ત્યારે ભારતનું આરોગ્ય મંત્રાલય પણ દેશમાં આ રોગ ન ફેલાય તે માટે સતર્ક છે, પરંતુ આ દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી છે. લોકો મંકીપોકસ, કોવિડ અને અન્ય વાયરલ રોગો વિશે કેટલા ગંભીર છે તે જાણવા માટે એક સર્વેક્ષણમાં હાથ ધરવામાં આવ્યું હતું , જેમાં ખુલ્યું હતું કે લોકોને વાયરલ રોગો થી જ વધુ ચિંતા છે.
સ્થાનિક વર્તુળોએ દેશના ૩૪૨ જિલ્લામાં રહેતા ૧૦,૦૦૦ થી વધુ લોકો પર એક સર્વે કર્યેા. માત્ર ૬% લોકોએ સ્વીકાયુ કે તેઓ મંકીપોકસ વિશે ચિંતિત હતા.જો કે, ૨૯% લોકોએ સ્વીકાયુ કે તેઓ અન્ય વાયરલ રોગો વિશે ચિંતિત હતા. જો કે દેશમાં એલર્ટ વચ્ચે, મંકીપોકસ વિશે લોકોમાં માહિતીનો અભાવ મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે

માત્ર ૬% લોકોને મંકીપોકસથી ડર હતો
સ્થાનિક વર્તુળે હાથ ધરેલા સર્વેમાં લોકોને સવાલ પૂછયો હતો કે તમે અને તમારો પરિવાર અત્યારે કયા વાયરસના ચેપથી ચિંતિત છો? ત્યારે કુલ જવાબો: ૧૦,૧૮૯ જેમાંથી ૧૩% કોવિડ, ૬% મંકીપોકસ, ૨૯% આમાંથી કોઈ નહીં, ૨૯% અન્ય વાયરલ ચેપ અને ૨૩% કશું કહી શકતા નથી


આંતરરાષ્ટ્ર્રીય એરપોર્ટને એલર્ટ રહેવા તાકીદ કરાઈ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બાંગ્લાદેશ અને પાકિસ્તાનની સરહદો નજીક સ્થિત તમામ એરપોર્ટ તેમજ લેન્ડ પોર્ટના અધિકારીઓને 'મંકીપોકસ'ના કારણે આંતરરાષ્ટ્ર્રીય પ્રવાસીઓ પ્રત્યે સતર્ક રહેવા જણાવ્યું છે. મંત્રાલયે રાષ્ટ્ર્રીય રાજધાનીમાં ત્રણ કેન્દ્રીય સંચાલિત હોસ્પિટલો (રામ મનોહર લોહિયા હોસ્પિટલ, સફદરજગં હોસ્પિટલ અને લેડી હાર્ડિન્જ હોસ્પિટલ) ને મંકીપોકસથી પીડિત કોઈપણ દર્દીના આઇસોલેશન, મેનેજમેન્ટ અને સારવાર માટે નોડલ કેન્દ્રો તરીકે અનામત રાખી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application