પોરબંદરમાં જુના ગીતોનો અણમોલ ખજાનો લોકોએ મન ભરીને માણ્યો

  • May 28, 2025 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇતિહાસમાં અમર થઇ ગયેલા જાણ્યા-અજાણ્યા ગીતોનો ખજાનો માણવા માટે પોરબંદરવાસીઓને તક મળતા મોડી રાત્રિ સુધી પોરબંદરની ગીત-સંગીત પ્રેમી જનતાએ તેની મજા માણી હતી.
પોરબંદરની જાણીતી સંસ્થા સુરશ્રી સાંસ્કૃતિક ક્લબ દ્વારા હિન્દી સીનેમાના વિશ્ર્વ વિખ્યાત ગાયકો એસ. પી. બાલાસુબ્રમન્યમ, યેસુદાસ તેમજ હરિહરન દ્વારા ગવાયેલા અણમોલ ગીતોનો ખજાનો સુપ્રસિદ્ધ ગાયક કલાકારો ભાવ્યાંક જાની, વર્ષાબેન કુલકર્ણી, રાકેશભાઈ ડાભી અને  સુવિખ્યાત સંગીત માસ્ટર રાજુભાઈ ત્રિવેદીની ટીમ તથા મહંમદ હુશેન ધડાના બેમીસાલ એન્કરીંગ સાથે તેમજ પરમ સાઉન્ડના સથવારે ‘કુછ ગાને સુને અનસુને સે’ બિરલા હોલના સ્ટેજ પરથી વિશ્ર્વ વિખ્યાત ગાયકોના સુપ્રસિદ્ધ ગીતોની આબેહૂબ રજુઆત વર્સેટાઇલ સિંગર  ભાવ્યાંક જાની દ્વારા ભવ્ય પ્રસ્તુતી કરવામાં આવેલ. એમનો સાથ અમદાવાદના વિખ્યાત સિંગર વર્ષા કુલકર્ણી અને પોરબંદરના જ લાડીલા ગાયક રાકેશ ડાભીએ આપ્યો જે બધા જ પ્રેક્ષકોએ મનભરીને માણ્યો. આ કાર્યક્રમમાં ડો. સુરેશભાઈ ગાંધી, અનિલભાઈ કારીયા, ડો. અનિલભાઈ દેવાણી, જીગ્નેશભાઈ કારીયા, રુશિતાબા પરમાર, લાખણશીભાઈ ગોરાણીયા, અરજનભાઈ ખિસ્તરીયા, ડો. અલ્તાફભાઈ રાઠોડ, જયુભાઈ પારેખ, નલીનભાઈ કક્કડ, ડો. સિમાબેન પોપટીયા, ભરતભાઈ રાજાણી,ડો પારવાણી સાહેબ, આફતાબભાઈ કારાટેલા, ડો. અ‚ણભાઈ શાહ, અર્વિનભાઈ દવે,આકાશભાઈ વિઠ્ઠલાણી તથા પ્રેસ મિડીયાના પત્રકાર મિત્રો તેમજ બહોળી સંખ્યામાં ક્લબના સભ્યો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા,
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રેસિડન્ટ અશ્ર્વિનભાઈ ઠાકર સાથે સેક્રેટરી સુનિલભાઈ શુક્લ, નીરજભાઈ મોનાણી,ગિરીશભાઈ વ્યાસ,  વિપુલભાઈ વ્યાસ, રમેશભાઈ વાંદરીયા, વિજયભાઈ ભટ્ટ, હિતેન્દ્રભાઈ પરમાર, વિનોદભાઈ વડેરા, પંકજભાઈ મોનાણી,વિશાલભાઈ જોષી,ઉમેશભાઈ થાનકી,સંજીવભાઈ મોઢા, વિપુલભાઈ નાંઢા, હિતેશભાઈ શાહ વગેરેની પ્રોજેક્ટ ટીમે જહેમત ઉઠાવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application