ગ્રાહક અદાલતોમાં પડતર કેસોનો એઆઇની મદદથી નિકાલ થશે

  • September 20, 2023 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કન્યુમર અફેર્સ મીનીસ્ટ્રી દ્રારા દેશની વિવિધ ગ્રાહક અદાલતોમાં પડતર કેસોને ઘટાડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ પર કામ ચાલી રહ્યું છે. મંત્રાલયે જણાવ્યું છે કે નેશનલ કન્યુમર ડિસ્પ્યુટસ રિડ્રેસલ કમિશનએ આ નવી પદ્ધતિથી ઓગસ્ટમાં ૮૫૪ કેસ સફળતાપૂર્વક ઉકેલ્યા છે.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ કન્યુમર ડિસ્પ્યુટસ રિડ્રેસલ કમિશન દ્રારા લેવામાં આવેલા પગલાં અને ઈ–ફાઈલિંગ જેવી એડવાન્સ ટેકનોલોજી કારણે આ શકય બન્યું છે, જેના કારણે પહેલા કરતા વધુ ઝડપથી કેસના નિકાલ કરવામાં મદદ થઇ છે. મંત્રાલયે કહ્યું, કેસના નિકાલની આ સમાન ગતિ જાળવી રાખવા માટે, વિભાગે ઇ–ફાઇલિંગ દ્રારા ગ્રાહક કમિશનમાં કેસ દાખલ કરવાનું ફરજિયાત બનાવ્યું છે અને ટૂંક સમયમાં ઇ–ફાઇલિંગ પર વિડિયો કોન્ફરન્સની સુવિધા પણ શ કરવામાં આવશે.આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વ્યાપ ઝડપથી વિસ્તરી રહ્યો છે, રાષ્ટ્ર્રીય, રાય અને જિલ્લા ગ્રાહક કમિશનમાં પેન્ડન્સીના કેસોને ઘટાડવા માટે મંત્રાલય એઆઇ સુવિધાઓનો ઉપયોગ કરવા પર પણ કામ કરી રહ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહક કમિશનમાં દાખલ કરાયેલા કેસોનું એઆઇ દ્રારા વિશ્લેષણ કરવામાં આવશે અને તેનો સારાંશ તૈયાર કરવામાં આવશે. કેસના સમાધાન માટે એઆઇ દ્રારા ઘણા વધુ પગલાં પણ લેવામાં આવી શકે છે.મંત્રાલયના જણાવ્યા અનુસાર, નેશનલ કન્યુમર ડિસ્પ્યુટસ રિડ્રેસલ કમિશનએ વર્ષ ૨૦૨૩માં કમિશનમાં ગ્રાહક કેસોના નિકાલમાં નોંધપાત્ર સુધારો કર્યેા છે. નેશનલ કન્યુમર ડિસ્પ્યુટસ રિડ્રેસલ કમિશન અને કન્યુમર અફેર્સ મીનીસ્ટ્રીએ ઓગસ્ટમાં ૮૪૫ ગ્રાહક કેસોનો સફળતાપૂર્વક નિકાલ કર્યેા હતો, નિવેદનમાં જણાવાયું છે કે ઝારખંડ, મધ્યપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર્ર અને કેરળ જેવા વિવિધ રાયોમાં આ મામલે રાય–વિશિષ્ટ્ર બેઠકો પણ યોજવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application