દ્વારકા જતા પદયાત્રીનું રાણાવડવાળા નજીક કાર હડફેટે નિપજ્યુ મોત

  • March 24, 2025 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના રાણાવડવાળા નજીકથી પસાર થતા અને દ્વારકા જતા પદયાત્રીનું કાર હડફેટે મિત્રની નજર સામે જ મોત થતા ભારે અરેરાટી ફેલાઇ છે.હીટ એન્ડ રનની ઘટનામાં કારચાલક નાશી ગયો હતો.
બનાવની વિગત એવી છેકે ઉપલેટાના કુઢેચ ગામના કાનજીભાઇ મોકાભાઇ ડાંગર નામના ૪૪ વર્ષના યુવાન અને તેના મિત્ર રમેશભાઇ ગોવિંદભાઇ હેરભા બન્ને તેમના કુઢેચ ગામથી પગપાળા ચાલીને દ્વારકા જવા માટે નીકળ્યા હતા અને દ્વારકાધીશના દર્શન કરવા માટે બંને મિત્રો રાણાકંડોરણા પસાર કરીને રાણાવાવ તરફના નેશનલ હાઇવે પર જતા હતા ત્યારે શનિવારે વહેલી સવારે સાડા છ વાગ્યે રાણાવડવાળા ગામે પાંચાલી હોટલથી થોડે દૂર બંને મિત્રો આગળપાછળ રોડની સાઇડમાં ચાલતા હતા અને બંને વચ્ચે માત્ર પાંચ ફૂટનું અંતર હતુ એ દરમ્યાન અચાનક જ પાછળથી આવતી એક કારના ચાલકે પૂર ઝડપે કાર ચલાવીને રમેશની નજર સામે જ તેના મિત્ર કાનજી ડાંગરને પાછળથી હડફેટે લઇને પછાડી દેતા તે લોહીલુહાણ થઇ ગયો હતો. કારચાલક  ત્યાંથી ફૂલસ્પીડે કાર લઇને નાશી ગયો હતો પરંતુ કારની આગળની નંબરપ્લેટ ત્યાં તૂટીને પડી ગઇ હતી. કાનજી રોડની સાઇડમાં લોહીલુહાણ હાલતમાં હતો અને ફરીયાદી રમેશ પાસે ફોન નહી હોવાથી પાંચાલી હોટલ ખાતે જઇને ત્યાંના વ્યક્તિ પાસેથી ફોન પર પરિવારજનોને જાણ કરીને કાનજીને રાણાવાવની સરકારી હોસ્પિટલે પહોંચાડયો હતો પરંતુ ડોકટરોએ કાનજીને મૃત જાહેર  કર્યો હતો. તેથી અજાણ્યા કારચાલક સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application