રાજકોટમાં 21 માર્ચે ન્યારી ડેમ રોડ પર 18 વર્ષીય એક્ટિવાચાલકને પૂરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારી ફંગોળ્યો હતો. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, આજે સારવાર દરમિયાન તેને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો છે. આથી પરિવારમાં ગમગીની છવાઈ છે. આ હિટ એન્ડ રનના કેસમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા માટે ડ્રાઈવર જ બદલી નાખ્યાનો ઈજાગ્રસ્ત પરિવાર દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પરિવારે ગૃહ વિભાગ સુધી આ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ હિટ એન્ડ રનની ઘટનામાં વિગત એવી છે કે, 18 વર્ષનો પરાગ ગોહિલ આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. નબીરાઓએ તેને કાર વડે ફંગોળી નાખ્યો હતો અને પછીથી ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ પોલીસ સાથે સેટિંગ પાડીને તેમણે ડ્રાઈવર ચેન્જ કરી નાખ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસને લેખિત ફરિયાદમાં જણાવી દેવાયું છે. આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેના પરથી પીડિત પરિવારે રાજકોટ પોલીસ પર સેટિંગ કરીને આ ઘટનાને અંજામ અપાયાનો દાવો કરવામાં આવ્યો છે.
ખોટો ડ્રાઈવર રજુ કરી આ કેસ રફેદફે કરવાના પ્રયાસો
FIRમાં પીડિત પરિવારે દાવો કર્યો છે કે, નબીરાઓની કારમાં અકસ્માત સમયે ત્રણ લોકો સવાર હતા, જેમાંથી એક વ્યકિત કે જે ડ્રાઈવર સાઈડના દરવાજેથી નીકળીને પાછળના દરવાજે આવી બેસી જાય છે અને ગાડીમાં પાછળ બેઠેલો યુવક આવીને ડ્રાઈવર સીટ પર બેસી જાય છે. પરિવારનો આરોપ છે કે, પોલીસ દ્વારા ખોટો ડ્રાઈવર રજુ કરી આ કેસ રફેદફે કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
નબીરાઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો
તાલુકા પોલીસે આ મામલે પીડિતોને યોગ્ય જવાબ ન આપતાં આ મામલો ગૃહ વિભાગ સુધી પહોંચી ગયો હતો. અકસ્માત કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ (HOD) રાજુ દવેના પુત્ર તેમજ ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્રને બચાવવા માટે રાજકોટ પોલીસ દ્વારા આ તરકટ રચ્યાનો દાવો કરવામાં આવ્યો છે. પ્રવીણસિંહ બચુભાઈ જાડેજાને અકસ્માત કેસમાં ખોટી રીતે ડ્રાઈવર બનાવીને નબીરાઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMPM નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન: દરેક મહત્વનો મુદ્દો વાંચો આ પોસ્ટમાં
May 12, 2025 07:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech