સિહોર ન.પા.ની સભામાં પાણી મામલે મહિલાઓએ ઘુસી જઈ કર્યો હલ્લાબોલ

  • March 29, 2025 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિહોરમાં નગરપાલિકા હોલ ખાતે પાલિકાની સાધારણ સભા નવનિયુક્ત પ્રમુખ જાગૃતિબેન રાઠોડની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. નગરપાલિકાની ચૂંટણી બાદ બીજી સામાન્ય સભા મળેલ નગરપાલિકા ની સામાન્ય સભા ખંડ ખાતે મળી હતી. જોકે સામાન્ય સભામાં પીવાના પાણીના કકળાટ મુદ્દે મહિલાઓએ ઘેરાવ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભાજપના ગઢ સમા વોર્ડ ૩ વિસ્તારની મહિલાઓએ ઘેરાવ કરી પાણી મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. એક સમયે પોલીસને બોલાવવી પડી હતી. 
ભાજપના ગઢમાં પાણી ના આવતું હોય તો અન્ય વિસ્તારોમાં પાણી નો કેવી સમસ્યા હશે તે વાત વિચારતા કરી મૂકે છે. દરમ્યાન આ સામાન્ય સભામાં વિવિધ કાર્યો, શહેરની સમસ્યાઓ અંગે ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત હાથ ધરાનારા નવા કાર્યો, બજેટની ચર્ચા મંજૂરી સાથે વિવિધ સમિતિઓના ચેરમેન તથા સદસ્યોનો વરણી કરાઈ હતી. આજે મળેલી સામાન્ય સભામાં મહિલા સદસ્યો ના પતિ દેવો અને પ્રતિનિધિઓએ સામાન્ય સભામાં ઉપસ્થિત રહેતા અચરજ થયું હતું કે મોટાભાગના મહિલા સદસ્યોના એમના પતિ દેવો તેમજ પ્રતિનિધિ હાજર રહ્યા હતા. 
સદસ્યો ના બદલે મહિલા સદસ્યોના પતિ દેવો તેમજ પ્રતિનિધિ રજૂઆત કરતાં જોવા મળ્યા હતા. ઉપરાંત નગરપાલિકા ની જુદી જુદી સમિતિઓ ની રચના કરવામાં આવી હતી. આ સાધારણ સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં તમામ કમિટીઓમાં ચેરમેન 
તેમજ સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી હતી.
 સિહોરમાં નગરપાલિકાની અઢી વર્ષની મુદ્દત માટે નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટી નેતા તેમજ કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી હતી. પાલિકામાં શહેરના વિકાસના કામોને આગળ વધારવા માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. 
તમામ સમિતિઓમાં ચેરમેન સહિત સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. શહેર ભાજપ નિલેશ જાનીએ તમામ કમિટીઓના ચેરમેનની જાહેરાત કરી હતી. સમિતિઓમાં ચેરમેન અને સભ્યોની નિમણુક થતા તમામ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી, કિરણભાઈ ઘેલડા, અપક્ષના દીપશંગ રાઠોડ અને મહેશ લાલાણીએ સભામાં રીતસર તડાપીડ બોલાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application