BREAKING NEWS

જસદણના યુવાન પાસે એક લાખના બદલામાં ૧૨ લાખ વ્યાજની માગણી કરી પઠાણી ઉઘરાણી

  • April 01, 2026 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ જસદણ યુવાને અહીં જસદણમાં રહેતા એક શખસ પાસેથી વ્યાજે લીધેલા ૧ લાખના ૧૨ લાખ માંગી આ શખસ તથા યુવાનના ભાગીદારે પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખસો સામે મનીલેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
બનાવ અંગે જસદણમાં રહેતાં રેશમાબેન સોહિલભાઈ મુલતાની (ઉ.વ.૪૩) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રમેશ હિરપરા (રહે. જસદણ), રિઝવાન મુલતાની અને ઈમ્તિયાઝ મુલતાની (રહે. બંને અમદાવાદ) નું નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી ઘરકામ કરે છે. સંતાનામાં એક દીકરો તથા એક દિકરી છે. વર્ષ ૨૦૨૪ મા તેણીના પતિને નવો ધંધો શ કરવો હતો તે માટે તેમણે તેના મિત્ર રીઝવાન મુલતાની સાથે વાત થયેલ અને બન્નેએ ભચ હોટલ ચાલુ કરવાનુ નક્કી કરેલ હતુ, જેમાં ભાગીદારીમાં રોકાણ કરવા માટે પૈસાની જરીયાત ઉભી થયેલ જેથી તેના પતિએ તેમના જસદણના મિત્ર રમેશ હિરપરા પાસેથી .૧ લાખ માસીક ૩ ટકા વ્યાજે લીધા હતાં.
જેનુ વ્યાજ એક વર્ષ સુધી નિયમિત તેને રોકડમા ચુકવેલ અને તેણીના બેંક એકાઉન્ટનો એક કોરો ચેક સિકયુરીટી પેટે આપ્યો હતો. બે વર્ષ પહેલા પતિને ભચ જિલ્લામાં પાલેજ ખાતે આવેલ ભાગીદારી વાળી હોટેલમા નુકસાની જતા તેઓ ઘરે પરત આવતા રહેલ અને ડ્રાઇવિંગનો ધંધો શ કરેલ હતો. બાદ ગઇ દિવાળી તહેવાર ઉપર રીઝવાન મુલતાની જે તેણીના પતિના ભાગીદાર હતા તેનો વોટસએપમા કોલ આવેલ કે, તમે રમેશ હિરપરાને તમારા નામનો કોરો ચેક આપેલ તે કોરો ચેક મને આપી દિધેલ છે, તમે તથા તમારા પતિ મારા હિસાબના . ૧૨ લાખ આપી દો, નહીંતર હત્પં આ ચેકમા . ૧૨ લાખની રકમ ભરી ચેક બાઉન્સ કરાવીશ અને તમારી ઉપર કેસ કરીશ તેમ કહેલ હતું.
બાદ બીજા દિવસે તેણી ઘરી હતી ત્યારે ત્રણેય આરોપી ઘરે આવેલ અને કહેલ કે, તમારા પતિ કયા છે, જેથી તેને કહેલ કે, તેઓ ટુરમા ગયેલ છે. આ ત્રણેય લોકો કહેવા લાગેલ કે, તારા પતિને કહિ દે જે કે . ૧ લાખના આજ સુધીનુ વ્યાજ થઈ .૧૨ લાખ સાંજ સુધીમા પુરા પાડી દે નહિતર તને તથા તારા પતિને જીવતા રહેવા દઈશ નહિ તેમ કહિ જતા રહેલ હતા. બાદ પતિ ઘરે આવતા આ બનાવની વાત કરેલ હતી.પરિણીતાએ પતિને કહ્યું હતું કે, આપણે થોડા ઘણા પૈસા ભેગા કરી આ લોકોને પુરા પાડી દઇએ, પરંતુ પૈસાની સગવડ થયેલ નહીં અને આ શખસો મારી નાખવાની ધમકી આપી ફોન કરી ઘરે આવી પઠાણી ઉઘરાણી કરતા ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News