પોરબંદર–ભાવનગર રૂટની બસના ડ્રાઇવર કંડકટરની મનમાનીથી મધરાતે મુસાફરો હેરાન

  • August 07, 2024 09:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોડીનાર તાલુકાના ડોળાસા ગામે મોડી રાત્રે ૨ વાગ્યા પછી આવતી પોરબંદર – ભાવનગર ટ ની બસ ધરાર બાયપાસ લઈ જતા તેના ડોળાસાના બે મુસાફરો રઝળી પડયા હતા. તો વહેલી સવારે ભાવનગર પહોંચવા આ બસની રાહ જોઈને બેસેલી ચાર બહેનો પણ બસ નહિ મેળવાથી ભારે મુશ્કેલી માં મુકાઈ હતી.

ડોળાસા ગામના ધીભાઈ નરસિંહભાઇ મોરી વેરાવળથી ડોળાસા જવા માટે રાત્રીના દસ વાગ્યે વેરાવળ ડેપોમાં આવ્યા હતા. યાં એક કલાક રાહ જોયા પછી પોરબંદર ભાવનગર ટની બસ આવી હતી. જેમા તેઓ બેસી ગયા હતા. બાદ અર્ધા કલાકના વિરામ બાદ બસ ઉપડી હતી. બન્ને મુસાફરો ડોળાસા પહોંચવાની તૈયારીમાં હતાં એ પૂર્વે બાયપાસ નજીક ઉતરવા માટેનું કંડકટરએ જણાવતા ધીભાઈ મોરીએ વિરોધ કર્યેા કે અર્ધી રાત્રીને તમે આમ અંતરિયાળ મુસાફરોને ઉતારી ન શકો તો ડ્રાઈવર અને કંડકટર બંને ધીભાઈ સાથે ઉધ્ધત વર્તન કરવા લાગ્યા. અહી ઉતરી જા નહીતો ઉના લઈ જશું પણ આ મુસાફરો ન ઉતર્યા તો બસ સાચેજ બાયપાસ જવા દીધી અને ડોળાસાથી બે કી.મી.દૂર ડોળાસા યાર્ડ પાસે બસ ઉભી રાખી આ બંને મુસાફરોને ધક્કો મારી ઉતરી દીધા અને બસ હંકારી મુકી હતી.

બાદ આ બંને મુસાફરો રાત્રીના ત્રણ  વાગ્યે ચાલતા ચાલતા ડોળાસા બસ સ્ટેશનમાં પહોંચ્યા તો ત્યાં ચાર બહેનો ભાવનગર જવા આ બસની રાહ જોતા હતા. ધીભાઈ એ જણાવ્યું કે બસ તો બાયપાસ જતી રહી છે. આ બહેનો પણ રાત્રીના ત્રણ વાગ્યે હેરાન થઈ ઘરે ગયા હતા. આમ ડ્રાઈવર કંડકટરના બેફામ ઉદ્ધત વર્તનથી આ મુસાફરો ભારે પરેશાન થઈ વહેલી સવારે ચાર વાગ્યે ઘેર પહોંચ્યા હતા.
ડોળાસા ગામના ધીભાઈ એન.મોરીએ વિભાગીય એસ.ટી.કચેરી જૂનાગઢ, ડેપો મેનેજર પોરબંદર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. જવાબદારો સામે પગલાં લેવા માંગ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application