BREAKING NEWS

જામનગર  : રેલવન એપથી અનારક્ષિત ટિકિટ બુકિંગ પર મુસાફરોને મળશે ૩% નો સીધો લાભ

  • January 02, 2026 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ દ્વારા અનારક્ષિત ટિકિટ બુકિંગ માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે રેલવે બોર્ડ દ્વારા રેલવન (છફશહઘક્ષય) એપ પર ટિકિટ બુકિંગ પર ૩ ટકા લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.


વર્તમાનમાં રેલવન એપ પર આર-વોલેટ દ્વારા અનારક્ષિત ટિકિટ બુક કરવા પર મુસાફરોને ૩ ટકા બોનસ કેશબેકની સુવિધા આપવામાં આવી રહી છે. આ સુવિધાને વધુ વ્યાપક બનાવતા રેલવે બોર્ડે નિર્ણય લીધો છે કે હવે આર-વોલેટ સિવાયના તમામ ડિજિટલ પેમેન્ટ માધ્યમોજેમ કે , ડેબિટ/ક્રેડિટ કાર્ડ વગેરેદ્વારા રેલવન એપ પર ટિકિટ બુક કરવા પર મુસાફરોને ટિકિટના મૂલ્ય પર ૩ ટકાનું ડિસ્કાઉન્ટ (છૂટ) આપવામાં આવશે. જોકે, આર-વોલેટ દ્વારા ટિકિટ બુકિંગની સ્થિતિમાં પહેલાની જેમ જ ૩ ટકા બોનસ કેશબેકની સુવિધા ચાલુ રહેશે.


રેલવે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી આ ૩ ટકા ડિસ્કાઉન્ટ/લાભ યોજના ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ થી ૧૪ જુલાઈ ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન યોજનાના પ્રભાવનું પ્રતિસાદ (ફીડબેક) ના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.
​​​​​​​

રેલવે બોર્ડની આ પહેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે અને અનારક્ષિત ટિકિટ બુકિંગની પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી, સુવિધાજનક અને પારદર્શક બનાવશે. ડિજિટલ માધ્યમોથી ટિકિટ બુક કરવા પર મુસાફરોને માત્ર સમયની બચત જ નહીં થાય, પરંતુ તેમને પ્રત્યક્ષ આર્થિક લાભ પણ મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application