પાલીતાણા રોડ પર ખાડાથી બાઈક પરથી પડી જવાથી પરણિતાનું મોત

  • October 01, 2024 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તળાજા એસ.ટી.ડેપો મા ફરજ બજાવતા અને નજીકના નવા સાંગાણા ગામના યુવાન તેના પત્નીને લઈ નજીકના પાલીતાણા રોડ પરથી સાંજ ઢળ્યા બાદ બાઈક લઈ પસાર થતા હતા.તે સમયે બાઈક પાછળ બેસેલ પત્ની પડી જતા માથામાં ગંભીર ઈજા થતા અહીંની રેફરલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોકટર એ મૃત જાહેર કર્યા હતા.
 અકસ્માતની  તળાજા રેફરલ હોસ્પિટલ પરથી મળતી વિગતો મુજબ નવાસાંગાણા ગામના વતની મહેન્દ્રસિંહ અનોપસિંહ સરવૈયા સાંજના  અરસામા પાલીતાણા રોડ પર આવેલ ખોડિયાર માતાના મંદિર નજીકથી પત્ની પૂજાબા (ઉ.વ.૩૯)ને બાઈક પાછળ બેસાડી પસાર થતા હતા.
તે સમયે પૂજાબા બાઈક પરથી ગબડી પડતા માથામાં ઇજાઓ થવાના કારણે સરકારી હોસ્પિટલ લાવતા તબીબે મૃત્યુ પામેલ જાહેર કર્યા હતા. ડોકટર એ મૃત્યુનું પ્રાથમિક કારણ માથામાં ઇજા થવાના કારણે જણાવ્યું હતુ. બનાવની જાણ થતા સ્નેહીજનો અને સબંધીઓ હોસ્પિટલ ખાતે સાંત્વના પાઠવવા દોડી આવ્યા હતા. રોડ પરના ખાડાઓના કારણે બાઈક પરનું બેલેન્સ ન રહેતા પરણીતાનું બાઈક પરથી   પડી જવાથી થયેલા મોતના પગલે શોક છવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News