જામનગરમાં રસ્તા વચ્ચે કાર પાર્ક કરાતાં ટ્રાફિકજામ

  • March 14, 2024 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં જૂની દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી નજીક ગઈકાલે સાંજે એક મોટરકાર ચાલક પોતાની કાર રસ્તાની વચ્ચે  છોડીને  ચાલ્યો ગયો હતો. પરિણામે અડધો કલાક સુધી આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, ખાસ કરીને એસ.ટી.ની એક બસ કાર અને રોડ ડીવાઈડર વચ્ચે ફસાઈ જતાં અડધો કલાક સુધી બસના મુસાફરોને પણ પરેશાન થવું પડ્યું હતું. ત્યાર પછી કાર ચાલક આવ્યો હતો અને પોતાની મોટરકાર લઈ ને રવાના થઈ ગયો હતો. ત્યાર બાદ ટ્રાફિક હળવો થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application