પેરિસ ઓલિમ્પિક 2024 : રેસલર રિતિકા ફ્રી સ્ટાઇલ રેસલિંગની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

  • August 10, 2024 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)






ભારતીય રેસલર રિતિકા હુડ્ડાએ મહિલાઓની 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં રિતિકા હુડ્ડાએ હંગેરિયન રેસલર બર્નાડેટ નાગીને 12-2થી હરાવી હતી. રિતિકાની વર્લ્ડ રેન્કિંગ હાલમાં 54 છે જ્યારે બર્નાડેટ નાગીની વર્લ્ડ રેન્કિંગ 16 છે. આવી સ્થિતિમાં રિતિકાએ એક મોટો ફેરફાર કર્યો છે.




ક્વાર્ટર ફાઇનલમાં રિતિકાનો મુકાબલો ટોચના ક્રમાંકિત અને બે વખતની વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા એપરી કાઈઝી સામે થશે. ક્વાર્ટર ફાઈનલ મેચ સાંજે 4.25 કલાકે રમાશે. રિતિકાએ પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં હંગેરિયન રેસલરને સંપૂર્ણપણે હરાવી હતી. રિતિકા ટેક્નિકલ શ્રેષ્ઠતાના આધારે જીતી હતી. જણાવી દઈએ કે, જો કોઈ રેસલર 10 પોઈન્ટની લીડ લઈ લે તો મેચ ત્યાં જ સમાપ્ત થઈ જાય છે.




ઓલિમ્પિક માટે રીતિકાએ બદલી પોતાની વેટ કેટેગરી




રિતિકા હુડ્ડાએ 68 કિગ્રા કેટેગરીમાં પોતાની કુશ્તી કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યારબાદ તે બે વર્ષ સુધી 72 કિગ્રા વજન વર્ગમાં રહી હતી. બાદમાં પેરિસ 2024 ઓલિમ્પિકની તૈયારી કરવા માટે, તેણી 76 કિગ્રા વર્ગમાં ગઈ. રિતિકાએ વર્ષ 2023માં અંડર-23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં કેનેડી બ્લેડ્સને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વજન વર્ગમાં આ ખિતાબ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની હતી.



ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં 6 મેડલ જીત્યા છે, જેમાંથી પાંચ બ્રોન્ઝ અને એક સિલ્વર છે. સૌથી પહેલા મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. ત્યારબાદ મનુ ભાકરે પણ મિશ્ર ટીમ ઈવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેળવ્યો હતો. તેમની સાથે ટીમમાં સરબજોત સિંહ પણ હતો. સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો. ત્યારબાદ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ અને નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ કુસ્તીબાજ અમાને પણ બ્રોન્ઝ જીતીને પેરિસમાં ભારતીય તિરંગો લહેરાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application