જામનગર શહેરમાં આજે સવારે ૧૦ થી ૧૧ વચ્ચેના ગાળામાં ભારે ધડાકા થયા હતાં, પાંચેક જેટલા ધડાકાથી બારી બારણા ખડભડી ઉઠયા હતાં, એટલું જ નહીં આ ધડાકાના કારણે કેટલાક લોકો ઘરની બહાર નિકળી ગયા હતાં, કલેકટર કચેરી દ્વારા આ ધડાકા વિમાનોની પ્રેકટીસ થતી હોવાના કારણે થયા હોવાનું રુટીન જણાવાયું છે.
જાણવા મળતી માહિતી મુજબ આજે વ્હેલી સવારથી ધડાકાની પરંપરા ચાલું રહી હતી, રિતસરના બારી બારણા ખડભળતા લોકો ડઘાઇ ગયા હતાં, અઠવાડીયા પહેલા પણ આ પ્રકારના ધડાકા થયા હતાં, આજે બે ધડાકા તો જોરદાર થયા હતાં, સતત ધડાકા થઇ રહ્યા છે, લોકોમાં ગભરાટની લાગણી પણ જન્મી છે.
જામનગરમાં અવારનવાર ભુકંપના હળવા આંચકા આવતા રહે છે અને કયારેક-કયારેક ત્રણથી ચાર સ્કેલનો આંચકો પણ આવે છે, જો કે લોકોને આ પ્લેનની પ્રેકટીસના ધડાકા હોવાની વાત ગળે ઉતરતી નથી, ગામડાઓમાં પણ આજે ધડાકા થયા છે, અખબારી કચેરીઓમાં સતત ફોન દ્વારા લોકોની પૂછપૂરછ ચાલું રહી છે ત્યારે આજ સવારના ધડાકાથી લોકોમાં ભયનું લખલખુ પસાર થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાર્તિક નહીં, રણબીર કપૂર માટે મારા દિલમાં ખાસ જગ્યા
April 25, 2025 11:32 AM'અબીર ગુલાલ' ના ગીતો યુટ્યુબ પરથી પણ હટાવી દેવાયા
April 25, 2025 11:29 AMસુરક્ષાદળે પહેલગામ આતંકવાદી હુમલાના આતંકીઓ આદિલ હુસૈન અને આસિફ શેખના ઘર IED બોમ્બથી ઉડાવી દીધા
April 25, 2025 11:27 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech