ભાજપમાં અત્યાર સુધી વિચારભેદ અને મતભેદની બાબતો પક્ષની અંદર રહેતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમાં ફેરફાર થયો છે. કેડર બેઝ પાર્ટી તરીકે જાણીતી આ પાર્ટીમાં હવે નાના–મોટા કાર્યકરો તો ઠીક, આગેવાનોએ પણ જાહેરમાં બળાપા કાઢવાનું શ કરી દેતા પ્રદેશ અને રાષ્ટ્ર્રીય નેતાગીરી સ્તબ્ધ બની ગઈ છે.
ભાજપમાં અંદરખાને છેલ્લા કેટલાક સમયથી ચાલતો વિરોધ અને અસંતોષ હવે ચૂંટણી સમયે જ બહાર આવી ગયો છે. અમરેલી ના પત્રકાંડ પછી રાજકોટમાં અને હવે જામનગરમાં આવા પત્રકાંડ બહાર આવી રહ્યા છે. પંચાયતોની ચૂંટણી ટાણેજ બની રહેલી આવી ઘટના ઘણી ગંભીર ગણવામાં આવે છે. પરંતુ ડેમેજ કંટ્રોલથી માંડી કોઈ દિશામાં કોઈ જાતના પ્રયાસો થતા હોવાનું જોવા કે જાણવા મળતું નથી. અંદરો અંદરની આ લડાઈમાં હવે મોટા ગજાના નેતાઓ પણ બહાર આવી રહ્યા હોવાથી કોણ કોને સમજાવે તે મોટો પ્રશ્ન ઉભો થયો છે
રાઘવજી પટેલે સામે તેના જ અંગત ટેકેદારનો લેટર કાંડ
અમરેલી અને રાજકોટના લેટરકાંડના પડઘા હજુ સમ્યા નથી ત્યાં ધ્રોલમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સામે તેના જ અંગત ટેકેદારે લેટર કાંડ દ્રારા બળાપો ઠાલવીને જણાવ્યું છે કે તમે તમારા સ્વાર્થ અને ઈર્ષાની તૃિ માટે ભાજપની શિસ્તના લીરેલીરા ઉડાવ્યા હતા. શું કૃષિ મંત્રીને પાર્ટીમાં મનસુફી કરવાની છૂટ છે ?તેવા સવાલો પણ આ પત્રમાં ઉઠાવવામાં આવ્યા છે. ભૂતકાળમાં યારે તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણી હતી ત્યારે મોટા વાગુદળમાં તાલુકાની સીટમાં ભાજપના ઉમેદવાર સામે બસપાના એક ઉમેદવારને ઉભો કરી તેનો મેન્ડેટ કૃષિ મંત્રીએ ખરીધો હતો. આવા સમયે તમારી વફાદારી કયાં ગઈ હતી? તેઓ સવાલ આ લેટરમાં પૂછવામાં આવ્યો છે.
ધોરાજી અને લાઠીમાં પણ ભાજપમાં ભડકો
ધોરાજીમાં અને લાઠીમાં ટિકિટ ન મળવાના મામલે ભાજપમાં ભડકો થયો છે. લાઠી યુવા ભાજપ પ્રમુખ વિજય બાખલકિયાએ ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે ધોરાજીમાં ભાજપના સોનલબેન બાલધા ને ટિકિટ નહીં મળતા તેણે વોર્ડ નંબર એકમાં કોંગ્રેસમાંથી ફોર્મ ભયુ છે. ભાજપના લમણભાઈ બકુડીયા એ પણ પક્ષને રામરામ કરી તેના પત્ની ભારતીબેનને વોર્ડ નંબર ચારમાંથી ફોર્મ ભરાવ્યું છે.
નવસારીમાં પાટીલ, ધારાસભ્ય વચ્ચે જાહેરમાં તુ તુ..મે મે..
કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ગઈકાલે નવસારીના કરાડી ગામે એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિવાળા આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ પાટીલ અને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ વચ્ચે જાહેરમાં તૂ તું.. મેં મેં થઈ ગયું હતું. કેન્દ્રીય મંત્રી પાટીલે ધારાસભ્ય આર.સી.પટેલ પર એવું પ્રહાર કર્યેા હતો કે જલાલપુરના બાકી કામોને જોતા આર.સી.પટેલને સાતમી વખત ટિકિટ આપવી પડશે. પાટીલનો ઈશારો ધારાસભ્ય નિષ્ક્રિય છે તેવું દર્શાવવાનું હતો. તેની સામે ધારાસભ્ય પટેલે જણાવ્યું હતું કે અહીં ઉપસ્થિત એક પણ માણસ જો એમ કહે કે કામ નથી થયા તો હત્પં રાજકારણ છોડી દેવા તૈયાર છું. પ્રહાર અને વળતા પ્રહાર પછી પણ આ વાત પૂરી થઈ ન હતી. પાટીલે એવો જવાબ આપ્યો હતો કે ધારાસભ્ય પટેલ જે રીતે બોલે છે તે જોતા વાઘને કોણ કહે કે તાં મોઢું ગંધાય છે
જેતપુરમાં શું થશે? રાજકારણમાં સૌના મોઢે ઉઠતો એક જ સવાલ
જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ફાળવણીમાં પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયા અને એસપીજીના સૌરાષ્ટ્ર્રના પૂર્વ પ્રમુખ કલ્પેશ રાકને ટિકિટ નહીં આપતા રાજકારણ ગરમાયું છે. જો આ બંનેને ટિકિટ ન મળે તો અમારે પણ ટિકિટ જોઈતી નથી અને ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે અમે પણ ફોર્મ પાછા ખેંચી લઈશું તેવી જાહેરાત જેમને ટિકિટ મળી છે તેવા ૪૨ ઉમેદવારોએ કરી છે. જો આમ થાય તો ભાજપમાં ભૂકપં આવી જાય. સખરેલીયા ને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના પ્રખર ટેકેદાર માનવામાં આવે છે. પ્રદેશ નેતાગીરીએ આમ કરીને જયેશ રાદડિયા ઉપર પ્રહાર કર્યેા હોવાનું પણ બોલાય છે. જો કે જયેશ રાદડિયાએ આ સંદર્ભે પત્રકાર પરિષદ બોલાવી જણાવ્યું હતું કે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે અને હવે કશું નથી. જોકે તાજેતરમાં જ યોજાયેલી ઇફકોની ચૂંટણીમાં રાદડિયાએ પોતે સીધો બળવો કર્યેા હતો. ત્યારે જેતપુરમાં આવું કશું ન થઈ શકે તેની કોઈ ગેરંટી આપી શકે તેમ નથી. સમગ્ર ચિત્ર સાંજ સુધીમાં સ્પષ્ટ્ર થઈ જશે. જેતપુરમાં જયેશભાઈ રાદડિયા ના વિકલ્પ તરીકે પ્રદેશ ભાજપે પ્રશાંત કોરાટને યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવીને તેનું કદ ઘણા સમય પહેલા જ વધારી દીધું છે.ધારાસભાની ગત ચૂંટણીમાં જયેશ રાદડિયાને છેલ્લી ઘડીએ મળેલી ટિકિટ, ટિકિટ મળ્યા પછી મંત્રીપદ ન મળવાની અને ઇફકોની ચૂંટણીમાં પણ બળવો ન કર્યેા હોત તો હાશિયામાં ધકેલી દેવાની બાબતોને રાજકીય નિરીક્ષકો મહત્વની ગણાવીને એવું તારણ વ્યકત કરી રહ્યા છે કે પ્રદેશ ભાજપ હવે રાદડિયાને કટ ટુ સાઈઝ કરવાની કોઈ તક છોડવા માગતું નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં સ્થાયી થવાની તક, રહેવા માટે મળશે પોતાનું ઘર, અહીંની સરકાર પોતે આપશે 93 લાખ રૂપિયા!
March 30, 2025 06:04 PMઓનલાઈન વેચાઈ રહ્યું છે 2 બેડરૂમવાળું ઘર, નાના પરિવારો માટે એકદમ યોગ્ય!
March 30, 2025 06:01 PM8 કલાક બેઠા રહીને કરોડપતિ બનવાની અદ્ભુત ઓફર!
March 30, 2025 05:57 PMરશિયાએ યુક્રેનિયન શહેર ખાર્કિવ પર લશ્કરી હોસ્પિટલને નિશાન બનાવીને ડ્રોનથી હુમલો કર્યો; 2 ના મોત
March 30, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech