પાકિસ્તાનમાં હવે આ ગધેડાઓની વસ્તી બેરોજગાર લોકો કરતાં વધુ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ ૨૦૨૧–૨૨માં ગધેડાઓની વસ્તી ૫.૭ મિલિયન હતી, જે ૨૦૨૨–૨૩માં વધીને ૫.૮ મિલિયન થઈ અને પછી ૨૦૨૩–૨૪માં વધીને ૫.૯ મિલિયન થઈ ગઈ.પાકિસ્તાનમાં હવે બેરોજગાર લોકો કરતાં ગધેડાઓની સંખ્યા વધુ છે. ત્યાં ગધેડા એટલા મહત્વના બની ગયા છે કે તેમની સંખ્યા દર વર્ષે સતત વધી રહી છે. મંગળવારે જાહેર કરાયેલા પાકિસ્તાનના આર્થિક સર્વેમાં જાણવા મળ્યું છે કે માત્ર એક વર્ષમાં ત્યાં ગધેડાઓની સંખ્યા અણધારી રીતે વધી છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, ૧૫–૨૪ વર્ષની વયના યુવાનોમાં બેરોજગારીનો દર સૌથી વધુ ૧૧.૧ ટકા છે. પાકિસ્તાનમાં હવે આ ગધેડાઓની વસ્તી બેરોજગાર લોકો કરતાં વધુ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ ૨૦૨૧–૨૨માં ગધેડાઓની વસ્તી ૫.૭ મિલિયન હતી, જે ૨૦૨૨–૨૩માં વધીને ૫.૮ મિલિયન થઈ અને પછી ૨૦૨૩–૨૪માં વધીને ૫.૯ મિલિયન થઈ ગઈ.
પાકિસ્તાન કરતાં પાકિસ્તાનના ગધેડા ચીનને વધુ ઉપયોગી છે. પાકિસ્તાન આ ગધેડાઓને ચીનમાં નિકાસ કરે છે અને ત્યાંથી મોટી રકમ એકઠી કરે છે. આ ગરીબીમાં આ (ગધેડો) પાકિસ્તાનની આવકનો મોટો ભાગ છે. એટલા માટે તમે અહીં દરેક ત્રીજા ઘરમાં ગધેડાને પાળતા જોશો. અહીં, તમને શેરીઓ અને ગલીઓમાં લોકો કરતાં વધુ ગધેડા જોવા મળશે. કારણ કે આ ગધેડા પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ચલાવી રહ્યા છે. ૨૦૨૦–૨૧ ના લેબર ફોર્સ સર્વે પછી પાકિસ્તાનમાં કોઈ રોજગાર સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું નથી. જે મુજબ કુલ શ્રમબળ ૭૧.૮ મિલિયન છે, જેમાંથી ૪૮.૫ મિલિયન ગ્રામીણ વિસ્તારોમાં અને ૨૩.૩ મિલિયન શહેરી વિસ્તારોમાં છે. કાર્યરત શ્રમબળ ૬૭.૩ મિલિયન છે. ૪૫.૭ મિલિયન ગ્રામીણ અને ૨૧.૫ મિલિયન શહેરી છે, યારે ૪.૫ મિલિયન બેરોજગાર છે
કંગાળ પાકિસ્તાને સંરક્ષણ બજેટમાં ૨૭૮ અબજ રૂપિયાનો વધારો કર્યો
પાકિસ્તાને બુધવારે વર્ષ ૨૦૨૪–૨૫ માટે તેનું સંરક્ષણ બજેટ રજૂ કયુ છે. આ વખતે પાકિસ્તાને બજેટ વધારીને ૨,૧૨૨ અબજ પિયા નક્કી કયુ છે. આ બજેટ ગત વર્ષ કરતા ૨૭૮ અબજ પિયા વધુ છે. પાકિસ્તાનના નાણામંત્રી ઔરંગઝેબે બુધવારે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે આ માહિતી આપી હતી. નાણામંત્રીએ કહ્યું કે આ વખતે હથિયારો, દાગોળો અને સાધનોની ખરીદી માટે ૫૪૮ અબજ પિયા રાખવામાં આવ્યા છે. આમ છતાં પાકિસ્તાન સંરક્ષણ બજેટની બાબતમાં ભારતથી ઘણું પાછળ છે. વર્ષ ૨૦૨૪–૨૫ માટે પાકિસ્તાનના બજેટમાં કર્મચારી સંબંધિત ખર્ચમાં . ૮૧૫ અબજ, ઓપરેશન ખર્ચમાં . ૫૧૩ અબજ, સિવિલ વર્ક માટે . ૨૪૪ અબજ, શક્રો, દાગોળો અને સાધનોની ખરીદી માટે . ૫૪૮ અબજનો સમાવેશ થાય છે. પાકિસ્તાનનું અગાઉનું સંરક્ષણ બજેટ ૧૮૫૪ અબજ પિયા હતું. પાકિસ્તાને લગભગ ઈન્ટરનેશનલ મોનેટરી ફડં (આઈએમએફ)ના અનુમાન મુજબ ફડં ફાળવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર વિજેતા બનાવો
January 26, 2025 03:09 PMરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech