જૂનાગઢ મનપાના શ્રમયોગીઓને મતદાન કરવા સવેતન રજા

  • May 04, 2024 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાનગરપાલિકા,જૂનાગઢના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના ધંધા, રોજગાર, ઔદ્યોગીક એકમો કે અન્ય કોઈ પણ સંસમાં નોકરી કરતા હોય તેઓને સવેતન રજા મળી રહે તે પ્રકારની વ્યવસ લોકસભા મતક્ષેત્રમાં અને પાંચ વિઘાનસભા મતક્ષેત્રોમાં પેટા ચૂંટણીનું મતદાન તા.૭ મંગળવારના રોજ યોજાનાર છે. મતદાનના દિવસે જૂનાગઢ શહેરના શ્રમયોગીઓને સવેતન રજા કારખાના ધારા ૧૯૪૮ હેઠળના (ઔદ્યોગિક એકમો) કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર ક્ધસ્ટ્રકશન વર્કર્સ એકટ ૧૯૯૬ અન્વયે નોંધણી યેલ સંસર/સાઈટ પર કામ કરતા શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા મળશે. તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧ની કલમ ૧૩૫ (બી) (૧) અન્વયે કારખાના ધારા ૧૯૪૮ હેઠળ આ જોગવાઈ કરવામાં આવી છે. જે અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ /  કર્મચારીઓના પગારમાંી કોઈપણ કપાત કરવાની રહેશે નહીં. રજાના કારણે જો શ્રમયોગી /  કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યક્તિ રજા જાહેર ન ઈ હોય અને જે પગાર મળવાપાત્ર હોય તેટલો પગાર ચૂકવવાનો રહેશે. વેપારી તા કારખાનેદારોએ ફરજના સમયમાંી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઈ કારખાનેદાર, માલિક, નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈી વિરુદ્ધનું વર્તન કરશે તો આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હા ધરવામાં આવશે. તેમજ ફરિયાદ ક્ધટ્રોલ રૂમ ટેલીફોન નં.૨૬૫૪૭૩૦માં સંપર્ક કરી શહેરીજનો ફરિયાદ નોંધાવી શકશે. જુનાગઢ શહેરી વિસ્તાર માટે નોડલ અધિકારી કલ્પેશ ટોલીયાની નિમણુંક કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application