કેશોદમાં અસહ્ય વેરા મામલે હિતરક્ષક સમિતિ દ્વારા ભૂખ હડતાલ

  • May 18, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેશોદ શહેરમાં વસતાં ચાલીસ હજારી વધારે ટેક્ષ પેયર મિલ્કત ધારકો પાસેી સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌી વધારે બ વર્ગની નગરપાલિકા હોવા છતાં કેશોદ નગરપાલિકા દ્વારા વસુલવામાં આવતો હોય કેશોદ હિતરક્ષક સમિતિના ક્ધવીનર રાજુભાઈ પંડ્યાએ વિરોધ નોંધાવી શહેરમાં છાવણીઓ ઉભી કરી વાંધા અરજીઓ એકઠી કરી રજુઆત કરી હતી અને અચોક્કસ મુદતની ભુખ હડતાલ શરૂ કરતાં અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વહીવટી પ્રક્રિયા કરી રાહત આપવા લેખિત બાંહેધરી આપી હતી. કેશોદ નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન મોહનભાઈ બુટાણીએ બેઠક બોલાવી તારીખ ૧૯/૭/૨૦૨૧નાં રોજ ઠરાવ કરી સફાઈ કર રહેણાંક મિલ્કત પર વાર્ષિક ૨૦૦/- રૂપિયા અને બિન રહેણાંક મિલ્કત પર વાર્ષિક ૩૦૦/- રૂપિયા તા દિવાબતી કર રહેણાંક મિલ્કત પર વાર્ષિક ૧૫૦/- રૂપિયા અને બિન રહેણાંક મિલ્કત પર વાર્ષિક ૨૫૦/- રૂપિયા ઉપરાંત વેરાઓ માં દર બે વર્ષે ૧૦% નો વધારો કરવામાં આવે છે તે દર પાંચ વર્ષે ૫% વધારો લાગુ કરવાનું ઠરાવવામાં આપ્યું હતું જે ઠરાવને તારીખ ૨૯/૧૨/૨૦૨૧ સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે. કેશોદ નગરપાલિકા સત્તાધિશો દ્વારા છેલ્લાં બે વર્ષી આ સુધારા મુજબ વેરો વસુલવામાં ન આવતો હોય કેશોદ હિતરક્ષક સમિતિના ક્ધવીનર રાજુભાઈ પંડ્યા દ્વારા સંબંધ કર્તા કચેરીમાં લેખિતમાં રજૂઆત કરી દિવસ દશમાં પ્રત્યુતર આપવા માંગ કરી છે. કેશોદ નગરપાલિકા અને જવાબદાર કચેરી દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે નહીં તો સમગ્ર શહેરમાં મુખ્ય વિસ્તારોમાં છાવણી ઉભી કરી વાંધા અરજીઓ એકઠી કરી ધોરણસરની રજુઆત કરવામાં આવશે અને જરૂર પડ્યે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. કેશોદ નગરપાલિકા દ્વારા સામાન્ય વહીવટી કામગીરી માટે અરજદાર જાય તો ગેરબંધારણીય રીતે વેરો ફરજિયાત ભરાવવામાં આવતો હોવાની રજૂઆત લોગ પાર્ટીના અલ્પેશભાઈ ચંદુભાઈ ત્રાંબડીયાએ લેખિતમાં રજૂઆત કરી છે. આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વસુલવામાં આવતાં વેરાઓ અધધધ તાં શહેરના મિલ્કત ધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવે છે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application