જૂનાગઢ: જવેલર્સનો મેનેજર ૯૧ લાખનું સોનું ઓળવી ગયો

  • May 18, 2024 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં અક્ષર જ્વેલર્સ ના મેનેજરે કારીગરોના નામે ખોટી એન્ટ્રી કરી ૯૧ લાખની કિંમતનું સોનુ ગપચાવી લીધાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હા ધરી છે. આ અંગે એ ડિવિઝન માંી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં રાયજીબાગ વિસ્તારમાં રહેતા અને હેઠાણ ફળિયામાં અક્ષર જ્વેલર્સ નામની પેઢી ધરાવતા સુનિલ રાજપરાએ નોંધાવેલી ફરિયાદમાં અક્ષર જ્વેલર્સમાં ત્રણ ભાઈઓ સંયુક્ત રીતે સોનાના દાગીનાનો વેપાર કરે છે. જેમાં ૧૦૦ ી વધુ કારીગરો કામ કરે છે. અક્ષર જવેલર્સમાં છેલ્લા અઢી વર્ષી મધુરમ વિસ્તારમાં રહેતા મયુર નાનજીભાઈ વાઘેલા મેનેજર તરીકે કામ કરતા હોય મયુર ને સોનાનો કાચો માલ આપવામાં આવતો હતો તે કાચો માલ કારીગરોને દાગીના બનાવવા આપતા હતા. અને દાગીના બન્યા પછી પેઢીને આપવાની જવાબદારી સંયુક્ત રીતે સંભાળતા હોય જેી જ તેને એસ જી પ્લસ જવેલરી સોફ્ટવેર પણ આપેલ હતો. જેમાં સોનાની આપ લે કરવાનું કામ કરતું હતું. મયુરે  તા.૧૨ ફેબ્રુઆરીી ૧૬ મે ના ચાર માસના સમયગાળા દરમિયાન કારીગરોના નામે ખોટી એન્ટ્રી કરી ૯૧ લાખની કિંમતનું ૧૨૮૨.૭ ગ્રામ સોનાની સ્ટોકમાં સાચી એન્ટ્રી દર્શાવી વિશ્વાસઘાત છેતરપિંડી કર્યા અંગે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પ્રોબેશનરી પીઆઇ સાવજે હા ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application