અમદાવાદની સિવિલ મેડિસિટી હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે ઉચ્ચ ગુણવત્તા અને આધુનિક તબીબી સુવિધાઓના કારણે મેડિકલ ટુરિઝમનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહી છે. તાજેતરમાં અહીં યોજાયેલી ૧૭મી ઇન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપે આ વાતને વધુ પુષ્ટિ આપી છે.
સિવિલ મેડિસિટીમાં યોજાયેલ સાત દિવસીય વર્કશોપમાં પેશાબની કોથળીની જન્મજાત ખામી ધરાવતા બાળકોની સારવાર માટે વિશ્વભરના નિષ્ણાતો એકઠા થયા હતા. અમેરિકા, કેનેડા, સ્વિટ્ઝર્લેન્ડ, કેન્યા, ઇજિપ્ત અને રશિયા જેવા દેશોના બાળરોગ અને યુરોલોજીના નિષ્ણાતોએ આ વર્કશોપમાં ભાગ લીધો હતો. વર્ષ ૨૦૦૯થી યોજાઈ રહેલી આ વર્કશોપમાં દેશ-વિદેશના દર્દીઓ અને ડોક્ટરો ભાગ લે છે.
આ વર્ષે નેપાળ, બાંગ્લાદેશ અને ભારતના ૧૨ રાજ્યોમાંથી કુલ ૧૭૧ બાળ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ગંભીર સમસ્યા ધરાવતા ૧૮ બાળકોની સફળ સર્જરી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, બ્લેડર એસ્ટ્રોફીની એક સર્જરીમાં અંદાજે ૭ થી ૮ કલાકનો સમય લાગે છે.
અમદાવાદના આંગણે આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી સિવિલ મેડિસિટી આજે આરોગ્ય ક્ષેત્રે ઉચ્ચ ગુણવત્તાયુક્ત માપદંડો અને સ્ટેટ ઓફ ધ આર્ટ મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રકચરના લીધે મેડિકલ ટૂરિઝમનું હબ બની રહી છે. જેના પરિણામે ગુજરાતમાં મેડિકલ ટૂરિઝમ અને મેડિકલ વેલ્યુ ટ્રાવેલમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.
એ જ દિશામાં સિવિલ મેડિસિટીમાં ૧૭મી ઇન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપ યોજાઈ હતી. સાત દિવસીય વર્કશોપમાં પેશાબની કોથળીની જન્મજાત ખામી ધરાવતા બાળકોની મદદ માટે અમેરિકા, કેનેડા, સ્વિત્ઝર્લેન્ડ, કેન્યા, ઇજિપ્ત, રશિયા જેવા દેશોમાંથી બાળરોગ અને યુરોલોજી નિષ્ણાતો સિવિલ મેડીસિટીમાં એકત્રિત થયા હતા. વર્ષ ૨૦૦૯થી યોજાઈ રહેલી આ વર્કશોપમાં દેશ-વિદેશમાંથી દર્દીઓ અને આરોગ્ય નિષ્ણાતો ભાગ લેવા આવે છે.
આ વર્ષે યોજાઈ રહેલી ૧૭મી વર્કશોપમાં નેપાળ, બાંગ્લાદેશ જેવા દેશો તથા ગુજરાત સહિત ભારતના ૧૨ રાજ્યોમાંથી આવેલા કુલ ૧૭૧ દર્દીઓની બ્લેડર એસ્ટ્રોફીની ખામીની તપાસ કરવામાં આવી હતી.
અત્રે નોંધનીય બાબત એ પણ છે કે, આ બ્લેડર એસ્ટ્રોફીની સર્જરી અંદાજિત સાતથી આઠ કલાક ચાલતી હોય છે. આમ, લગભગ ૧૭૧ જેટલા બાળકોની આ વર્કશોપમાં તપાસ કરવામાં આવી હતી. તેમાંથી અત્યંત ગંભીર સમસ્યા ધરાવતા અને તાકીદે જરૂરિયાત હોય તેવા ૧૮ બાળકોની બ્લેડર એસ્ટ્રોફીની સર્જરી કરીને તેમને સમસ્યામાંથી ઉગારવામાં આવ્યા હતા.
આ વર્કશોપમાં વિવિધ સર્જન્સ, એનેસ્થેટિસ્ટ્સ, ફિઝિયોથેરાપિસ્ટ્સ, રેસીડેન્ટ ડોક્ટર્સ, નર્સિંગ ટીમ, રિસર્ચ ટીમ, સેવાભાવી સંસ્થાઓ અને નિરીક્ષણ સર્જનો સહિતના સભ્યોએ ભાગ લીધો હતો. દર્દીઓએ તેમના પરિવારો સાથે તપાસ, પરામર્શ અને સારવારના હેતુસર ભાગ લીધો હતો.
સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, વર્કશોપમાં પ્રથમ બે દિવસ દર્દીઓની તપાસ, સઘન ફોલો-અપ અને ચર્ચા-સંવાદના સેશન યોજાયા હતા. બાકીના પાંચ દિવસ દરમિયાન લાંબી જટિલ રી-કન્સ્ટ્રક્ટિવ શસ્ત્રક્રિયાઓ પાર પાડવામાં આવી હતી. જેમાં મૂત્રાશયની એસ્ટ્રોફી/એપિસ્પેડિયાસ ધરાવતા બાળકોની જરૂરિયાત અનુસાર સારવાર અથવા ઓપરેશન કરવામાં આવનાર આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્કશોપના છેલ્લા પાંચ દિવસમાં દરરોજ વિવિધ પ્રકારની ૩ પડકારજનક સર્જરીઓ પૂર્ણ કરવામાં આવી હતી. ૪ આંતરરાષ્ટ્રીય દર્દીઓમાં નેપાળના ૧ અને બાંગ્લાદેશના ૩ દર્દીઓનો ઉપસ્થિત રહ્યા હતા.
આ તદ્દન નવીન પ્રકારના વર્કશોપ ઉપક્રમમાં લાઈવ સર્જરીઝને કોન્ફરન્સ રૂમમાં જીવંત ચર્ચા સાથે પ્રસારિત કરવામાં આવે છે, જે ભાગ લેનાર બધા જ સર્જનો માટે એક ખૂબ જ મદદરૂપ ઉપક્રમ સાબિત થાય છે. નર્સિંગ ટીમ તમામ જટિલ સર્જરીઓ માટે જરૂરી પ્રી અને પોસ્ટ ઓપરેટિવ સંભાળની ખાતરી કરે છે, જ્યારે સંશોધન ટીમ અને સ્વયંસેવકો દર્દીઓના પરિવારોનું કાઉન્સેલિંગ કરીને તેમની પાસેથી મહત્વપૂર્ણ ડેટા એકત્ર કરીને તેમના મનોબળને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે.
સૌના સહિયારા પ્રયાસ થકી યોજાનાર આ વર્કશોપ દર્દીઓ સહિત સૌ માટે લાભદાયી સાબિત થયો હતો. વિશ્વભરના દર્દીઓને વિનામૂલ્યે મૂત્રાશયની એક્સ્ટ્રોફીની સર્વશ્રેષ્ઠ સારવાર પૂરો પાડનાર આ વર્કશોપ ખરાં અર્થમાં આવા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યો હતો.તથા રાજ્યમાં મેડિકલ ટૂરિઝમને વેગ આપવામાં આવા ઉપક્રમ મહત્વપૂર્ણ સાબિત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech