જામનગરના શ્રાવકો માંડવી ખાતે જોડાશે
પદ્મશ્રી આચાર્ય પૂ.ચંદનાજી મહારાજનો જન્મોત્સવ આગામી ૨૬ જાન્યુઆરીએ હોય માંડવી ૭૨ જિનાલય ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં માનવીબેન જૈન તા. ૨૫-૦૧-૨૫ શનિવારના રોજ દિક્ષા અંગીકાર કરશે. તેમનો વરઘોડો ૭૨ જિનાલય ખાતેથી સવારે ૮ વાગ્યે નીકળશે અને ૧૦ વાગ્યે દિક્ષાનો પાઠ ભણાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂ.આચાર્ય ચંદનાજી આગામી તા. 26 મી જાન્યુઆરીના રોજ પોતાના જીવનકાળના 88 વર્ષ પૂર્ણ કરીને 89 માં વર્ષમાં સંપૂર્ણ સ્વસ્થતા અને ઉત્તમ સ્વાસ્થય સાથે મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે તેમનો પરિચય તાજો કરવો અસ્થાને નહીં ગણાય.
26 મી જાન્યુઆરી 1937 ના રોજ મહારાષ્ટ્રના ચાસ્કામન મુકામે કટારીયા પરિવારના સુશ્રાવક પિતા માણેકચંદજી અને સુશ્રાવીકા માતા પ્રેમકુંવરબાના ખોરડે પુત્રી રતન તરીકે જન્મયાં શકુંતલા સાંસારીક નામ સાથે તેમનો ઉછેર થયો ફકત 3 ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યુ સમય જતાં તેમના નાનાજીની સલાહને અનુસરીને જૈન પૂ. સાધ્વી સુમતીકુંવર સાથે જોડાયા કે જેથી જૈનત્વ અને જનસેવા વિષયક વધુ અભ્યાસ કરી શકે. માત્ર ચૌદ વર્ષની વયે જૈન દિક્ષા અંગીકાર કરી અમરમુની સંપ્રદાયના પૂજય ગુરૂદેવ ઉપાધ્યાય અમરમુનીજી મહારાજે દિક્ષા આપી અને સાઘ્વી ચંદનાજી નામ આપ્યું.
પૂ.ચંદનાજી મહારાજના જન્મોત્સવ અને માનવીબેન જૈનના દિક્ષા મહોત્સવ પ્રસંગમાં જામનગરથી શશીભાઈ ઉદાણી, તરૂણભાઈ વોરા સહિતના ૧૫૦ શ્રાવકો જોડાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech