આજે તા. 5 /11/2024 ના 2.30 વાગે એસએમસી ટીમના પી.એસ.આઇ જે એમ પઠાણનું અવસાન થયેલ છે. તેઓ દસાડા થી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે હતા. ત્યારે માહિતી મળી કે કે ત્યાંથી એક creta દારૂ ભરેલી પસાર થનાર છે. એટલે તેને રોકવા માટે તેઓ કઠાડા ગામ થી આગળ વળાંક ઉપર એસએમસી ની ટીમના માણસો સાથે રસ્તો બ્લોક કરીને ઉભા હતા.
ત્યારે પાટડી તરફથી ક્રેટા કાર ટેલરની બાજુમાંથી પસાર થતા તેને રોકવા જતા ટેલર અને ક્રેટા રોકાયેલ નહિ. આ વખતે ટેલરના પાછળ ના ભાગે SMC ટીમની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી તેની લાઈટ જોઈ એસએમસીના પી.એસ.આઇ બચવા જતા ટેલરના પાછળના ભાગે અથડાયા હતા અને સાથેની ટીમનો પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંટાઈ ગયેલ.
આમ ક્રેટા ગાડીને રોકવા જતા વચ્ચે ટેલર આવી જતા creta ટ્રેલર ની જમણી બાજુમાંથી નીકળી ગયેલ અને ટ્રેલર અને ફોર્ચુનરના લાઈટના અજવાળામાં પીએસઆઇ પઠાણ ટેલરની પાછળના ભાગે અથડાઈ ગયેલ અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં પ્રાથમિક સારવાર માટે દસાડા પીએસસી સેન્ટર ઉપર લઇ જવામાં આવ્યા. ત્યારબાદ વિરમગામ સરકારી દવાખાને લાવતા ત્યાં તેમનું દુઃખદ અવસાન થયેલ છે. દારૂ ભરેલી ગાડી અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કીએ ભારત સાથે દગો કર્યો, પાકિસ્તાનને મોકલ્યા જથ્થાબંધ હથિયારો
April 28, 2025 04:51 PMમુંબઈ 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાની વધુ 12 દિવસ કસ્ટડી લંબાવી, NIA કોર્ટનો હુકમ
April 28, 2025 04:46 PMશહેરના કુંભારવાડા વિસ્તારમાં પોલીસની સતત તપાસ
April 28, 2025 04:40 PMભુંભલી ચોકડી નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
April 28, 2025 04:39 PMભારતને મળશે શક્તિશાળી રાફેલ-M વિમાન, ફ્રાન્સ સાથે સોદો થયો, જાણો શું છે ખાસિયત
April 28, 2025 04:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech