BREAKING NEWS

પીએમ રોડ શો, વાઇબ્રન્ટ માટે કેટલા હોર્ડિંગ્સ મળશે? પ્લાનિંગ આપો,મહાપાલિકાને આદેશ

  • January 03, 2026 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં રિજનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન થનાર છે. જેના ઉદ્દઘાટન માટે વડાપ્રધાન મોદી આગામી તા.૧૧ જાન્યુઆરીએ રાજકોટ આવી રહ્યા છે અને વડાપ્રધાનના રોડ શો માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે પ્રચાર પ્રસાર માટે રાજકોટ મહાપાલિકા તંત્ર કેટલા હોર્ડિંગ્સ આપી શકશે ? તેનું પ્લાનિંગ આપવા ઉચ્ચ કક્ષાએથી આદેશ મળતા આજે બપોરથી મહાપાલિકા તંત્રની એસ્ટેટ બ્રાન્ચ ધંધે લાગી ગઇ હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ એસ્ટેટ બ્રાન્ચ જે ડેપ્યુટી કમિશનર કે આસિસ્ટન્ટ કમિશ્નરના કાર્યક્ષેત્ર હેઠળ આવતી નથી તેવા ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનરની કમિટી બનાવી તેમને આ અંગેનું પ્લાનિંગ રજૂ કરવા આદેશ કરાયો છે. આજે સવારથી મહાપાલિકાના કેટલા હોર્ડિંગ બોર્ડ ખાલી પડ્યા છે તેમજ પીએમ રોડ શો તેમજ વાઇબ્રન્ટ સમિટના રૂટ ઉપર કઇ એડ એજન્સીના કેટલા હોર્ડિંગ બોર્ડ છે ? તેમાંથી બે ચાર દિવસ માટે કેટલા બોર્ડ મળી શકે તેમ છે ? તે અંગેનું પ્લાનિંગ ઉચ્ચ કક્ષાએ મોકલવાનું હોય એસ્ટેટ બ્રાન્ચનો સ્ટાફ ઉંધા માથે થઇ ગયો છે.વાઇબ્રન્ટ સમિટનો રૂટ રૂડા એરિયામાં હોય રૂડાને પણ આ માટે સૂચના અપાઈ હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application