દિલ્હીમાં ગુજરાતના સાંસદો સાથે વડાપ્રધાન મોદીની અલગથી ચર્ચા

  • June 07, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે દિલ્હી ખાતે ભાજપ અને એનડીએ સંસદીય દળની બેઠક મળી રહી છે જેમાં ભાગ લેવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દિલ્હી પહોંચ્યા છે આ બેઠકમાં ભાગ લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે સાંજે ગુજરાત પરત ફરશે અને પરમ દિવસે ફરી તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિ સમારોહમાં હાજરી આપવા દિલ્હી જશે અત્રે નોંધવું જરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત ચુટાયેલા સાંસદો વચ્ચે ગઈકાલે મોડી રાત્રે અનૌપચારિક બેઠક મળી હતી. જેમાં આગામી ૧૦૦ દિવસ દરમિયાન હાથ ધરવાના કામો પર ચર્ચા કરવામાં આવી હોય તેવુ માનવામા આવે છે.
દેશમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ની સરકાર થોડા દિવસોમાં શાસન ધૂરા સંભાળવા જઇ રહી છે આજે નવી દિલ્હીમાં ભાજપ, એનડીએના ઘટક પક્ષોની એક સંયુકત સંસદીય દળની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ નવનિર્વાચિત જનપ્રતિનિધિઓ નવી દિલ્હી પહોંચી ગયા છે. મુખ્યમંત્રી સંસદીય દળની બેઠકમાં હાજરી આપી આજે બપોર પછી ગાંધીનગર પરત ફરશે. જોકે, મુખ્યમંત્રી અને પાટીલ ભાજપના રાષ્ટ્ર્રીય નેતૃત્વ સાથે ગુજરાતના પરિણામો મુલાકાત કરી ચર્ચા કરે છે કે કેમ તેના પર સૌની નજર છે.
ગત મંગળવારે લોકસભા ચૂંટણીના જાહેર થયેલા પરિણામો બાદ દિલ્હીમાં સરકારની રચના માટેની ગતિવિધિ તેજ બની હતી. બુધવારે ભાજપે તેના ચૂંટાયેલા તમામ સાંસદોને ગુવાર સાંજ સુધીમાં દિલ્હી પહોંચી જવા માટે સૂચના આપી હતી. ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ નવસારીના સાંસદ તરીકે દિલ્હી પહોંચી ગયા છે. એ જ રીતે કેન્દ્રીય મંત્રીઓ પરશોત્તમ પાલા, ડો. મનસુખ માંડવિયા, દેવુસિંહ ચૌહાણ પણ દિલ્હી પહોંચ્યા છે. અંતિમ કેબિનેટમાં મહેન્દ્ર મુંજપરા પણ મંત્રી તરીકે હાજર રહ્યા હતા. પાલાના ક્ષત્રિય સમાજ અંગેના ટિપ્પણી વિવાદ બાદ એમને સ્થાન મળે છે કે કેમ તે  પણ જોવું રહ્યું તો અમિતભાઇ શાહ ઉપરાંત સંભવત: મનસુખ માંડવિયાને સ્થાન મળે એવી શકયતા છે. આ સિવાય અન્ય કોઇને હાલના સંજોગોમાં સ્થાન મળે એવી શકયતા ઘણી ઓછી છે. અગાઉ પાટીલને પ્રમોશન આપી દિલ્હી લઇ જવાય એવી શકયતા જોવાતી હતી. લોકસભાની ચૂંટણી ભાજપ તેના લયાંકિત ટાર્ગેટને પાર કરવામાં સફળ રહ્યો નથી. ભાજપને ૨૪૦ બેઠકો જ જીતી છે.આથી ભાજપને તેના ઘટક પક્ષોના સહારે સત્તા સંભાળવાની નોબત આવી છે.
ગત બુધવારે દિલ્હીમાં તમામ ૨૧ સાથી પક્ષોના નેતાઓની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એએનડીએના નેતા નિયુકત કરાયા હતા અને તમામ ઘટક દળોએ પોતાના સમર્થનના પત્રો પણ સુપરત કર્યા હતા એમાં ગુજરાતમાં ૨૬માંથી ૨૫ સાસદોએ સમર્થન પત્ર રજૂ કર્યા હતા
આજે ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા ઉપસ્થિતિમાં નવી સરકારની રચના શપથ વિધિ અને અન્ય ઘટક દળો સાથે સંકલનના મુદ્દે બેઠકો યોજાઇ હતી. આજે દિલ્હી ખાતે ભાજપ સંસદીય દળની બેઠક મળી રહી છે અને એ પછી એનડીએના ઘટક દળોના સાંસદોની ઉપસ્થિતિમાં સંસદીય પક્ષની બેઠક મળશે. આ બેઠકમાં વડાપ્રધાન મોદીને સર્વાનુમતે નેતા ચૂંટાશે. આ પછી રાષ્ટ્ર્રપતિ ભવન ખાતે જઈ સરકાર રચવાનો દાવો પ્રસ્તુત કરાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application