વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુવારે (૫ સપ્ટેમ્બર) સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગ સાથે ફળદાયી બેઠક કરી હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના દ્રિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે પહોંચાડો. બંને નેતાઓએ દ્રિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવાની રીતો પર ચર્ચા કરી. પીએમ મોદી વોંગના આમંત્રણ પર બે દિવસની સિંગાપોર મુલાકાતે પહોંચ્યા છે. વોંગ સાથે વાતચીત પહેલા પીએમ મોદીનું સિંગાપોર સંસદ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેણે ત્યાં વિઝિટર બુક પર પણ હસ્તાક્ષર પણ કર્યા. તેમજ વાટાઘાટો બાદ ચાર એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન મોદી બાદમાં રાષ્ટ્ર્રપતિ થર્મન ષણમુગરત્નમને પણ મળશે. પીએમ મોદી સિંગાપોરના વરિ પ્રધાન લી સિન લૂંગ અને એમેરિટસ વરિ પ્રધાન ગોહ ચોક ટોંગને પણ મળવાના છે. લી મોદીના સ્વાગત માટે લંચનું આયોજન કરી રહ્યા છે. પીએમ મોદી સિંગાપોરના ઉધોગપતિઓને પણ મળશે અને દેશના સેમિકન્ડકટર સેકટર સાથે જોડાયેલા લોકો સાથે વાતચીત કરશે.
પીએમ મોદી અને વોંગ સેમિકન્ડકટર મેન્યુફેકચરિંગ યુનિટની પણ મુલાકાત લેશે. વડા પ્રધાન મોદી બ્રુનેઈની તેમની પ્રથમ દ્રિપક્ષીય મુલાકાત પૂર્ણ કર્યા પછી તેમના સિંગાપોરના સમકક્ષ લોરેન્સ વોંગના આમંત્રણ પર દક્ષિણ–પૂર્વ એશિયાઈ દેશની તેમની પાંચમી સત્તાવાર મુલાકાતે બુધવારે પહોંચ્યા હતા. ત્યાં ભારતીય મૂળના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કયુ.
વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું કે, સંબંધોમાં નવો અધ્યાય: વ્યાપક રાકીય સમજુતી પર પહોંચી. પ્રધાનમંત્રી મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેંસ વોંગએ સિંગાપોરમાં એક ફળદાયી બેઠક કરી.
તેમણે કહ્યું કે, નેતાઓ સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં તક વધારવા પર સંમત થયા છે. તેઓએ અધતન ઉત્પાદન, કનેકિટવિટી, ડિજિટાઇઝેશન, હેલ્થકેર અને દવા, કૌશલ્ય વિકાસ અને ટકાઉપણું જેવા ક્ષેત્રોમાં દ્રિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓની વ્યાપક સમીક્ષા કરી. બંને નેતાઓ વચ્ચેની મુલાકાત વોંગના સિંગાપોરના વડાપ્રધાન બન્યા અને પીએમ મોદીએ વડાપ્રધાન તરીકે ત્રીજીવાર શ કર્યાના થોડા મહિનાઓ બાદ થઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથ મહોત્સવનો આજે સાંજે મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
February 24, 2025 10:33 AMછોટીકાશીમાં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન
February 24, 2025 10:28 AMદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech