RRR ફિલ્મના સોંગ નાટૂ નાટૂને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળતા PM મોદી પણ ખુશ

  • January 12, 2023 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

RRR ફિલ્મના સોંગ નાટૂ નાટૂને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળતા PM મોદી પણ ખુશ

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને ફિલ્મની આખી ટીમને આપ્યા વિશેષ અભિનંદન

ગીતના ગાયક અને સંગીતકાર એમએમ કીરવાનીને ટેગ કરી શુભેચ્છા પાઠવી


અમેરિકાના બેવર્લી હિલ્સમાં ચાલી રહેલા 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ફંક્શનમાં 'નાટૂ-નાટૂ'ને બેસ્ટ સોન્ગ કેટેગરીમાં અવોર્ડ આપવામાં આવ્યો તે બુધવારની સવાર ભારતીયો માટે ગૌરવપૂર્ણ હતી.  એવોર્ડની જાહેરાત થતાં જ જ્યાં આખી ટીમ આનંદથી ઉછળી પડી ત્યાં સમગ્ર દેશમાં ખુશીની લહેર છવાઇ ગઈ. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એટલા ખુશ થઇ ગયા કે તેમણે ખાસ જાહેરાત કરી દીધી.

ફિલ્મના ડિરેક્ટર એસએસ રાજામૌલી સહિત આખી ટીમને બોલીવૂડથી લઈને સાઉથ સુધીના તમામ એક્ટર્સ અભિનંદન આપવા લાગ્યા. આ સોન્ગની સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર RRR ટીમને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કરી કે... 

આ પ્રતિષ્ઠિત એવોર્ડે દરેક ભારતીયને ગર્વ કરાવ્યો છે. એક ખૂબ જ ખાસ ઉપલબ્ધિ, @mmkeeravaani. પ્રેમ રક્ષિત, કાલ ભૈરવ, ચંદ્રબોઝ, @Rahulsipligung. હું એસએસ રાજામૌલી, તારક, રામ ચરણ, RRR મૂવીની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. આ પ્રતિષ્ઠિત સન્માને દરેક ભારતીયને ગૌરવ અપાવ્યું છે. નોંધનીય છે કે આ સોન્ગ એમએમ કીરવાનીએ ગાયું અને સંગીતબદ્ધ પણ કર્યું છે.

દરમિયાન પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ ગ્લોબલ એવોર્ડ માટે કંપોઝર કીરવાણી સહિત સમગ્ર RRR ટીમને અભિનંદન પાઠવ્યા છે. એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'RRR'ને બે અલગ-અલગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું, જેમાં બેસ્ટ ફિલ્મ - નોન ઈંગ્લિશ અને બેસ્ટ ઓરિજિનલ સોંગનો સમાવેશ થાય છે.

'બેસ્ટ ફિલ્મ નોન-અંગ્રેજી' કેટેગરીમાં, RRR કોરિયન રોમેન્ટિક ફિલ્મ 'ડિસિઝન ટુ લીવ', જર્મન એન્ટી વોર ફિલ્મ 'ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ', આર્જેન્ટિનિયન ફિલ્મ 'આર્જેન્ટિના 1985' અને ફ્રેન્ચ-ડચ સામે છે. ફિલ્મ 'ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ'. ક્લોઝ'. તેમાં એવોર્ડ જીતી શક્યું નથી પરંતુ બેસ્ટ ઓરિજિનલ સોન્ગ પોતાના નામે કર્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application