જામનગરવાસીઓને દર વર્ષે આશરે ા.18 કરોડનો લોશ: નિયમ મુજબ એક મહીનો બીલ અપાય તો યુનિટમાં ફાયદો થાય: 200 યુનિટ બીલ આવે તો ા.3.50 યુનિટના લાગે પરંતુ 400 યુનિટ બીલ આવે તો ા.4.15 લેખે બીલ ભરવું પડે: હાલ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ: ગ્રાહકો ઇચ્છે તો જુના મીટરની બાજુમાં સ્માર્ટ મીટર લગાડી શકાશે...
પીજીવીસીએલ ગ્રાહકોને કેવી રીતે લુંટે છે તેનો પદર્ફિાશ થઇ રહ્યો છે, સામાન્ય ગ્રાહક 100 યુનિટ વાપરે તો તેને યુનિટ દીઠ ા.3.05 ભરવા પડે, જો 101 થી 200 યુનિટ વપરાય તો ા.3.50 લેખે બીલ ભરવું પડે, પીજીવીસીએલ કરામત કરવામાં હોશીયાર છે, નિયમ મુજબ એક મહીનાનું બીલ ગ્રાહકોને આપવું જોઇએ તો ઓછા યુનિટ આવે અને ગ્રાહકને ફાયદો થાય, પરંતુ પોણા બે થી બે મહીના વચ્ચે બીલ આવે એટલે યુનિટ વધી જાય જેને કારણે ગ્રાહકો ઉપર વધુ આર્થિક માર પડે છે, સરકારે ગરીબોને લુંટતા બચાવવા જોઇએ અને નિયમ મુજબ એક મહીને બીલ આપવાનું શ કરવું જોઇએ. અધુરામાં પુ હોય તેમ સ્માર્ટ મીટર લગાડવાનું શ કરાયું છે, જેથી ગ્રાહકોમાં ભારે રોષની લાગણી જન્મી છે ત્યારે લોકોને લૂંટતા બચાવવા માટે હવે સામાજીક સંસ્થાઓએ પણ આગળ આવવું પડશે.
ભરઉનાળામાં જયાં પારો 40 વટાવી જાય છે તેવામાં ઓછા વોલ્ટેજ આપવા, ચોમાસામાં વારંવાર વિજકાપ કરવો , વગેરે જેવી સમસ્યાઓનો સામનો જામનગરની જનતા કરે જ છે. હાલમાં સ્માર્ટ મીટર નાખવાનું કામ પીજીવીસીએલ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ સ્માર્ટ મીટર વધુ ઝડપથી ચાલે છે તેવી ફરીયાદો જામનગરની જનતા કરે છે. પરંતુ જુના મીટરમાં પણ વિજકંપનીઓ પોતાના ગ્રાહકો સાથે છેતરપિંડી કરીને તેમની પાસેથી વધુ પૈસા વસુલ કરે જ છે.
જુના મીટરમાં જો રીડીંગ સમયસર કરવામાં ન આવે તો ગરીબ જનતાને દર યુનિટ દીઠ 50 પૈસા થી 1 રૂપિયા સુધીનું વધારાનું ચાર્જ વસુલવામાં આવે છે. આ રકમ જોતા નાનકડી લાગે છે પરંતુ 150 થી 250 યુનિટ દીઠ આ ચાર્જ 50 થી 60 રૂપિયાનું થઈ જાય છે.જામનગરની જનતા દીઠ આ રકમ 3 કરોડ રૂપિયાથી પણ વધી જાય છે. એક બાજુ જયાં દિલ્હી અને પંજાબ રાજ્યમાં વિજળી મફતમાં આપવામાં આવે છે અને ગુજરાતમાં પીજીવીસીએલ એક તરફ સ્માર્ટ મીટર લગાવે છે અને વિજળી બીલની રકમમાં વધારો કરે છે તો બીજી બાજુ જે જુના મીટર છે તેમાં પણ મીટર રીડીંગ સમયસર કરતાં નથી.
મીટર રીડીંગ સમયસર ન થતાં પર યુનિટ બીલ ચાર્જ વધી જાય છે. દરેક વીજ ગ્રાહકને પર યુનિટ દીઠ ચાર્જની જાણ હોતી નથી તેથી તેઓને એવું લાગે છે કે મા વિજબીલ જ વધુ આવવા લાગ્યું છે. પર યુનિટ દીઠ ચાર્જ જોઈએ તો 1 થી 100 યુનિટ માટે દર યુનિટ દીઠ 3.05 પિયાનું ચાર્જ છે, 101 થી 200 યુનિટ માટે યુનિટ દીઠ 3.50 પિયા, 201 થી 300 યુનિટ માટે યુનિટ દીઠ 4.15 પિયા, 301 થી 400 યુનિટ માટે યુનિટ દીઠ 4.25 પિયા, 501 થી વધારે માટે દર યુનિટ દીઠ 5.20 પિયા વસુલવામાં આવે છે.
આમ જો કોઈ ગ્રાહકનું મીટર રીડીંગ સમયસર ન થાય તો તેનુ મીટર રીડીંગ વધી જાય છે પરિણામે પર યુનિટ દીઠ ચાર્જ પણ વધી જાય છે. દા.ત કોઈ ગ્રાહકનું મીટર રીડીંગ એક મહિના સુધી 100 યુનિટ હોય તો તેનુ બીલ 305 રૂપિયા થાય તે જ ગ્રાહકનું મીટર રીડીંગ 2 મહિના પછી કરવામાં આવે તો તેનું મીટર રીડીંગ 150 થઈ જાય છે તો ગણતરી પ્રમાણે તેનું બીલ 458 થાય છે પરંતુ પીજીવીસીએલના મીટર રીડીંગ પ્રોસેસ પ્રમાણે તેનું બીલ 101 થી 200 લેખે 3.50 રૂપિયા ના ભાવે રૂપિયા 525 થાય છે પરિણામે 62 રૂપિયા વિજળીનુ બીલ વધુ આવે છે. આ પછી પણ બીજા ઘણા બધા ચાર્જ આપણી પાસેથી લેવામાં આવે છે જેમ કે સર ચાર્જ, ફિકસ ચાર્જ, એનજીર્ ચાર્જ, મીટર ચાર્જ, ફયુલ ચાર્જ આ બધાં ચાર્જમાં કુલ મળીને 200 પિયાથી પણ વધારે ગ્રાહકો પાસેથી લેવામાં આવે છે.
આવી રીતે પીજીવીસીએલ કંપની વર્ષોથી હજારો ગ્રાહકો પાસેથી વધારે-વધારે પૈસા વસુલ કરે જ છે. તેના માટે જાગૃત નાગરિકો અવારનવાર રજુઆત પણ કરે છે. આ કંપની હજુ પણ આ તમામ ચાર્જ ગ્રાહકો પાસેથી લે જ છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 7.2 કરોડની વસ્તી જેમાં એક કુટુંબમાં આશરે 5 સભ્યો લેખીએ તો (7.265 = 1.44)ગુજરાતમાં આશરે 1.44 કરોડ કુટુંબો થાય તેમાથી વિજ કનેકશન ધારકો આશરે 1.2 કરોડ હશે. હવે આપણે જોઈએ કે વિજકંપની આશરે અડધા કુટુંબોને પણ જો વિજબીલ મોડું આપે તો 500 થી 800 ા.ના બીલ પર 50 થી 60 પિયા વધુ ચાર્જ વસુલવામાં આવે તો 30 કરોડ પીયા વધારાના કંપનીને મળે છે. (60 લાખ ડ્ઢ 50 રૂપિયા= 30 કરોડ).
જામનગરની વાત કરીએ તો જામનગરની વસ્તી 7 લાખની છે. કુટુંબોની સંખ્યા જોઈએ તો અંદાજે 1.5 લાખ કુટુંબો થયા તેમાથી વિજ કનેકશન ધારકો આશરે 1.2 લાખ થાય છે તેમાથી 50% લોકો પાસેથી જો પીજીવીસીએલ કંપની વધુ ચાર્જ વસુલ કરે તો તે રકમ આશરે 3 કરોડ રૂપિયાની થાય છે. (60,000 ડ્ઢ 50 રૂપિયા=3કરોડ) આમ વિજકંપનીઓ ગુજરાત રાજ્યમાંથી દર વર્ષે લગભગ 180 કરોડ રૂપિયા લોકો પાસેથી વસુલે છે. જો કંપની દર મહિને વિજબીલ આપી દે તો ગુજરાતની જનતાના દર વર્ષે 180 કરોડ રૂપિયા બચી શકે છે. જામનગરમાં પણ દર વર્ષે લગભગ 18 કરોડ રૂપિયાની બચત થઈ શકે છે.
આ બધાં આકડાંઓ આપણે સૌથી ઓછી રકમ દ્ગારા હિસાબમાં લીધાં છે. આનાથી વધારે રકમ પીજીવીસીએલ અને બીજી વિજ કંપનીઓ ગ્રાહકો પાસેથી વસુલતી જ રહે છે. આ કંપનીઓ ગરીબ જનતાને લુટીને પોતાની તિજોરી ભરે છે. ગરીબ જનતાને જ્યાં ભર ઉનાળે પંખાના પાખીયા ગણાય તેવા ઓછા વોલ્ટેજ આપવામાં આવે છે અને બીજી તરફ મોડું વિજબીલ આપીને લોકો પાસેથી વધારે પૈસા પડાવવામાં આવે છે. એટલું જ નહીં જો લેટ વિજબીલ ભરવામાં આવે તો વિલંબીત ચાર્જ પણ વસુલવામાં આવે છે જ્યારે વિલંબીત ચાર્જ માટેનો કોઈ કાયદો સરકાર દ્વારા ઘડવામાં આવ્યો નથી તેમ છતાં વિજ કંપનીઓ દ્વારા વિલંબીત ચાર્જ વસુલવામાં આવે છે જે ગરીબ જનતા માટે પૈડા પર પાટું સમાન છે.
સરકારને વિજકંપનીઓ પર અંકુશ રાખવો જોઈએ અને જરૂરી કાયદાઓ ઘડીને ગરીબ જનતા પાસેથી જે વધારે ચાર્જ વસુલવામાં આવે છે તેમાંથી ગરીબ જનતાને બહાર લાવવામાં મદદ કરવી જોઈએ. સરકારના નિયંત્રણ હેઠળ વિજકંપનીઓ ગ્રાહકો સાથે છેતરપિંડી નહિ કરી શકે અને લોકોને ઘણા પૈસાની બચત પણ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech