હાલ મકરસંક્રાંતિ તહેવારને અનુલક્ષીને પીજીવીસીએલ સિટી સર્કલ દ્રારા વીજગ્રાહકો જોગ ખાસ યાદી બહાર પાડીને શહેરમાં પતગં ની મોજ માણવા દરમિયાન ઠેક ઠેકાણે પસાર થતી હાઈ ટેન્શન અને લો ટેન્શન વીજ લાઈનો અને ટ્રાન્સફોર્મર પતંગો ફસાવાથી શોર્ટ સર્કિટને કારણે થતા અકસ્માતો નિવારવા તેમજ વીજ પુરવઠો ખોરવાઈ જવાની તકલીફ ન થાય તે માટે તકેદારી રાખવા તેમજ ઘેર કે આસપાસ કયાંય શોર્ટ સર્કિટ કે વીજ વિક્ષેપ સર્જાય તો જે તે સબ ડિવિઝનના ફોલ્ટ સેન્ટરને જાણ કરવા અનરોધ
કર્યેા છે.
આ અંગે શહેર વર્તુળ અધિક્ષક ઇજનેર જે.બી. ઉપાધ્યાયના જણાવ્યા મુજબ પીજીવીસીએલમાં રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ કુલ ૨૧ સબ ડિવિઝનોના પાંચ લાખથી વધુ ગ્રાહકોને હાલમાં મકરસંક્રાંતિ પતગં પર્વના અનુસંધાને ગ્રાહકોને સાતત્ય પૂર્વક વીજ પુરવઠો પૂરો પાડવા સક્ષમ છે. પરંતુ નજીવી કિંમતના પતગં માટે આપની અણમોલ કિંમતી જિંદગી જોખમમાં ના મુકાય તેનો ખ્યાલ રાખવા જણાવ્યું છે.
જેમાં પતગં ચગાવતી વખતે પતગં કે દોરી વીજળીના થાંભલા કે તારમાં ફસાઈ જાય તેને લેવા માટે થાંભલા પર નહિ ચડવા કે વીજળીના તાર કે કેબલ ઉપર લંગરીયા નહીં નાખવા, તેને કોઈપણ સાધનથી કાઢવાની કોશિશ નહીં કરવા ખાસ સૂચના આપી છે. કારણ કે લંગરીયા મને કારણે વીજળીના તાર ભેગા થતા સ્પાર્ક થવાની, તાર તૂટી જવાની, અકસ્માત થવાની તેમજ જોડેલ વીજ વપરાશના સાધનો (ઉપકરણ) બળી જવાની સંભાવના રહે છે. ચાઇનીઝ દોરી, ધાતુના તાર કે મેેટિક ટેપ બાંધીને પતગં ઉડાડવી નહિ. તેમજ ઘરના ધાબાની નજીકથી વીજવાયરો પસાર થતા હોય તેની નજીકથી પતગં ઉડાડવી નહિ તેવો ખાસ અનુરોધ કર્યેા છે. તેમજ ગ્રાહકોની ફરિયાદોનું ત્વરીત નિરાકરણ આવે તે હેતુથી સબ ડિવિઝનોમાં ઈજનેરો અને લાઈન સ્ટાફની રાઉન્ડ ધી કલોક શિટ ગોઠવવામાં આવી હોવાનું જણાવાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech