નયારા એનર્જીએ ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે દીપેશ બક્ષીની નિમણૂંક

  • March 29, 2025 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુંબઇ, 28 માર્ચ, 2025: આંતરરાષ્ટ્રીય સ્તરની ન્યુ-એજ ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જીએ 14 માર્ચ, 2025થી તેના નવા ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (સીએફઓ) તરીકે દીપેશ બક્ષીની નિમણૂંક કર્યાંની જાહેરાત કરી છે.


ત્રણ દાયકાથી વધુ પ્રભાવશાળી કારકિર્દી સાથે દીપેશ ફાઇનાન્સ, સ્ટ્રેટેજી અને એમએન્ડએમાં વ્યાપક અનુભવ લઇને આવ્યાં છે. તેમણે ઓઇલ એન્ડ ગેસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કન્સ્ટ્રક્શન, રિટેઇલ અને મેન્યુફેક્ચરિંગ જેવી જટિલ કામગીરી ઉપર કામ કર્યું છે.


નયારા એનર્જીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અલેસેન્ડ્રો ડેસ ડોરિડેસે કહ્યું હતું કે, “દીપેશ તેમની સાથે સેક્ટરનો બહોળો અનુભવ તેમજ ફાઇનાન્સિયલ પ્લાનિંગ અને વ્યૂહાત્મક કુશળતાનો મજબૂત મિશ્રણ લઇને આવે છે. તેમનો અનુભવ અને મજબૂત ટ્રેક રેકોર્ડ નાણાકીય ઉત્કૃષ્ટતા તથા ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ પ્રદર્શન ડિલિવર કરવાના અમારા વ્યૂહાત્મક વિઝનને સપોર્ટ કરવામાં ઉપયોગી બની રહેશે. દીપેશની સાથે અમે મજબૂત નિર્માણ અને વધુ મોટા વિસ્તાર માટે આશ્વસ્ત છીએ.”


નયારા એનર્જી ખાતે પોતાની નવી ભૂમિકામાં દીપેશ કંપનીની નાણાકીય વ્યૂહરચના અને કામગીરીનું નેતૃત્વ કરશે, જેનાથી કંપનીની સતત વૃદ્ધિ અને ઉર્જા ક્ષેત્રમાં યોગદાનને પ્રોત્સાહન મળશે. તેમની કુળળતા લાંબાગાળાની વ્યૂહરચના અને પરિવર્તન, ઇન્વેસ્ટર રિલેશન્સ, ટ્રેઝરી, કોર્પોરેટ ગવર્નન્સ, ઇન્ટર્નલ ઓડિટय કમ્પલાયન્સ અને રિસ્ક મેનેજમેન્ટમાં ફેલાયેલી છે.


નયારા એનર્જીમાં જોડાતા પહેલા દીપેશે કેસ્ટ્રોલ ઈન્ડિયા લિમિટેડમાં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર અને હોલટાઇમ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. તેમણે બ્રિટિશ પેટ્રોલિયમ (બીપી) અને એન્ડરસન જેવા વૈશ્વિક લીડર્સ સાથે વિવિધ લીડરશીપ ભૂમિકામાં કામ કર્યું છે.

​​​​​​​ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સર્ટિફાઇડ ઇન્ટરનલ ઓડિટર (યુએસએ) અને આઇઆઇએમ અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી દીપેશને કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) દ્વારા 'લીડિંગ સીએફઓ ઓફ ધ યર 2022' અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઇસીએઆઇ) દ્વારા 'CXO ઓફ ધ યર 2020' તરીકે સન્માનિત કરવામાં આવ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application