પોરબંદરમાં પી.જી.વી.સી.એલ. કચેરીના કમ્પાઉન્ડમાં વડના ઝાડ પર દસ ફૂટ લાંબો અજગર આવી ચડતા કોઇ કર્મચારીનુ ધ્યાન જતા સ્નેકકેચરોને બોલાવવામાં આવ્યા હતા અને મહામહેનતે તેને નીચે ઉતારવામાં આવ્યો હતો.
જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદર પી.જી.વી.સી.એલ.ની મુખ્ય કચેરીમાં આવેલા વર્ષો જુના વડલાના ઝાડ ઉપર અચાનક સળવળાટ થતા અને વિચિત્ર પ્રકારનો અવાજ આવતા પી.જી.વી.સી.એલ.ના કોઇ કર્મચારીઓનુ વૃક્ષ ઉપર ધ્યાન જતા દસ ફૂટ લંબાઇ ધરાવતા વિકરાળ અજગરને જોઇને હોસકોસ ઉડી ગયા હતા અને મોટી સંખ્યામાં પી.જી.વી.સી.એલ. કર્મચારીઓ ઉપરાંત બીલ ભરવા આવેલા ગ્રાહકો પણ એકત્ર થઇ ગયા હતા અને સ્નેક કેચરોને જાણ કરતા ત્રણ જેટલા સ્નેકકેચરોએ તેનુ રેસ્કયુ કર્યુ હતુ. પી.જી.વી.સી.એલ. કચેરીમાં અજગર ઘુસી ગયાની સમગ્ર શહેરમાં વાયુવેગે વાત ફેલાઇ જતા અમુક લોકો તેને નિહાળવા માટે ખાસ વીજકચેરીએ દોડી ગયા હતા. રેસ્ક્યુ કરવામાં આવેલ અજગર અંદાજે દસ ફૂટ લંબાઇનો અને ૧૦૦ કિલો વજનનો હોવાનુ જાણવા મળ્યુ છે અને આ અજગર બાચકામાં પુરીને વનવિભાગને સોંપી દેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે ચોમાસાના અંતિમ દિવસોમાં પોરબંદર શહેર અને આજુબાજુના વિસ્તારમાં સાપ અને અજગર જેવા વન્યજીવોનો ઉપદ્રવ વધવા પામ્યો છે ત્યારે સ્નેકકેચરોની દોડધામ પણ વધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech