આરોપી પકડાઇ ચૂકયો છે, સીબીઆઇ તપાસ કરી રહી છે પછી હવે હડતાલનો શું મતલબ તેવો ઉઠતો સવાલ ?: રોગચાળાના કારણે દર્દીઓ થઇ રહ્યા છે હેરાન-પરેશાન: કેન્દ્ર અને રાજયની સરકારે લાલ આંખ કરવી જ પડશે
કોલકાતાની આરજી કર મેડીકલ કોેલેજમાં તબીબી છાત્રા સાથે બળાત્કાર અને હત્યાનો જધન્ય, અમાનવીય અપરાધ આચરવામાં આવ્યો અને તેના ગુન્હેગારને ફાંસી જેવી કડકમાં કડક સજા થવી જોઇએ, અત્રે નોંધનીય છે કે આ ખૌફનાક અપરાધને અંજામ આપનાર આરોપી સંજય રોય પકડાઇ ચૂકયો છે, સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, આ સંજોગોમાં આ મુદાને લઇને હવે જો તબીબો હડતાલને આગળ વધારતા હોય તો સ્વભાવિક રીતે એવું લાગે છે કે, આ ઓવરડોઝ છે અને તેના વિશે દર્દીઓ માટે ભગવાન પછી બીજા ભગવાન ગણાતા તબીબોએ કાંઇક વિચારવું જોઇએ, હડતાલ પૂર્ણ થાય એ જરી છે કારણ કે જન્માષ્ટમીના તહેવારો નજીક છે, રોગોચાળો પણ ફાટીને ધુમાડે ગયો છે, તબીબોની સુરક્ષા સો ટકા થવી જ જોઇએ પણ એક જ મુદે હવે વિરોધ કરીને આરોગ્ય સેવાથી અળગા રહેવું શું યોગ્ય છે ? એ સુશિક્ષિત તબીબોએ વિચારવું જોઇએ.
પશ્ર્ચિમબંગાળની રાજય સરકારને કેન્દ્રમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા આક્રમક વિરોધથી આમ પણ તેને રાજકીય રંગ લાગી ગયો છે અને કયાંક તો એવી પણ ચચર્િ થાય છે કે, વિરોધનો આખો વંટોળ ઉભો કરવા પાછળ ચોકકસ દોરી સંચાર પણ છે.
અપરાધ ખૌફનાક છે અને કોલકાતા રેપ-મર્ડર કેસના આરોપીને તથા તેને મદદ કરનારા તમામે તમામ સામે કઠોરથી કઠોર કાર્યવાહી થવી જોઇએ, ઝડપથી આ કેસ ચાલવો જોઇએ અને આરોપીને તાત્કાલીક તેના અંજામ સુધી પહોંચાડવો જ જોઇએ એ બાબત ન્યાયોચિત છે અને આજકાલ પણ એ બાબત સ્પષ્ટ કરે છે કે, આરોપીનો વાળ બરાબર બચાવ કરનારાઓને પણ સજાના દાયરામાં આવરી લેવા જોઇએ.
જો કે એક બીજી મહત્વની વાત એ પણ છે કે, હવે આ મુદે વિરોધના પમાં આરોગ્ય સેવાથી અળગા રહેવું, હડતાલને ક્ધટીન્યુ રાખવી એ કોઇ અેંગલથી યોગ્ય લાગતું નથી, કારણ કે જાણવા મળ્યું છે કે, જામનગરમાં હજુ પણ તબીબી છાત્રોએ કોલકાતા રેપ-મર્ડર કેસના વિરોધમાં પોતાની હડતાલ યથાવત રાખી છે.
વિચાર કરો કે, 500 જેટલા તબીબી છાત્રો આરોગ્યના આવા પ્રતિકુળ સમયે કે જયારે ચાંદીપુરા, કોલેરા, ઝાડા-ઉલ્ટી, વાયરલ ફીવર જેવો રોગચાળો વકર્યો છે તેવા ટાંણે હડતાલ પાડે તો સ્વભાવિક રીતે દર્દીઓેને વધુને વધુ હાલાકીનો સામનો કરવો પડે અને હાલમાં આવું જ થઇ રહ્યું છે, માટે જરી છે કે હવે તબીબો હડતાલ જેવા શસ્ત્રથી દુર જાય.
છેલ્લા ચાર દિવસથી ભૂતકાળમાં ન થયો હોય એવો ઐતિહાસિક વિરોધ તબીબો નોંધાવી ચૂકયા છે, ધરણા, કેન્ડલ માર્ચ, સુત્રોચ્ચાર, આવેદન, સિનીયર તબીબોની હડતાલ, કેન્ડલ માર્ચ આ બધું જ થઇ ચૂકયું છે, વિરોધ નોંધાવી અપરાધ સામે આક્રોશ વ્યકત કરી દેવામાં આવ્યો જ છે, ત્યારે હવે એકને એક કેસેટ વગાડવી હાલની તકે યોગ્ય લાગતી નથી, કારણ કે રોગચાળો જામનગરમાં પોતાના પર પાથરી રહ્યો છે.
અત્રે એ પણ નોંધપાત્ર છે કે, પશ્ર્ચિમબંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ટાર્ગેટ કરવા તબીબોના ખભ્ભે બંધુક રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ વિરોધની આડમાં પોતાનું રાજકીય નિશાન સાધવામાં આવ્યું છે, ભાજપે કરેલો વિરોધ સો ટકા યોગ્ય છે, આરોપી સામે કડકમાં કડક હાથે કામ લેવાની કોઇ ના નથી કહેતું પરંતુ હવે જયારે આરોપી સંજય રોય પોલીસની ગીરફતમાં જ છે અને તેને મદદ કરનારાઓને પણ છોડવામાં આવશે નહીં એવું સ્પષ્ટ છે, સીબીઆઇ તપાસ કરી રહ્યું છે, ખુદ સુપ્રિમ કોર્ટ પણ આ મામલે ગંભીર છે એટલે મતલબ એ છે કે કાયદો અને વ્યવસ્થા નિષ્પક્ષ રીતે, કડક હાથે કામ કરી જ રહ્યા છે તો હવે દેશના કોઇ બીજા રાજયમાં કોલકાતાની ઘટનાના કારણે આરોગ્ય સેવા કથળવી જોઇએ નહીં.
તાલીમાર્થી તબીબોએ વર્તમાન રોગચાળાને ઘ્યાનમાં રાખીને અને કોલકાતાની ઘટનામાં પકડાઇ ચૂકેલા આરોપીને કેન્દ્રમાં રાખીને કમસે કમ હડતાલનું શસ્ત્ર મ્યાન કરવું જોઇએ અન્ય રીતે વિરોધ થઇ શકે છે અને જો વધુ રોષ હોય તો 8ના બદલે 16 કલાક કામ કરીને કે 16ના બદલે 24 કલાક કામ કરીને પણ વિરોધ થઇ શકે છે. જો આવું થશે તો વર્તમાન રોગચાળામાં તબીબોની આ સેવાની સો ટકા નોંધ લેવાશે. પરંતુ હવે આ મુદા પર વિરોધ એટલે સ્વભાવિક રીતે ઓવરડોઝ દેખાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech